તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ભગવાન માટેનો પુરુષાર્થ પ્રસન્નતા અપાવે છે : પૂ.રત્નસુંદર સૂરીશ્વજી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભગવાન માટેનો પુરુષાર્થ પ્રસન્નતા અપાવે છે : પૂ.રત્નસુંદર સૂરીશ્વજી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
શ્રીઅલકાપુરી જૈન સંઘ ખાતે ચાર્તુમાસ આરાધના હેતુ બિરાજમાન પ્રખર વક્તા જૈનાચાર્ય પૂ.રત્નસુંદર સૂરિશ્વરજી મહારાજે તેમના પ્રવચનોની શ્રૃંખલા અંતર્ગત સોમવારે સમજાવ્યું હતું કે, જીવનને સફળ બનાવવા પુણ્ય, પ્રજ્ઞા, પ્રેમ, પુરુષાર્થ અને પુરુસ્કારનો અભિગમ કેળવવો જરૂરી છે. ભગવાન માટેનો પુરુષાર્થ જીવનમાં પ્રસન્નતા અપાવે છે.

પૂ.જૈનાચાર્યે પુણ્ય વિશે સમજાવતાં કહ્યું હતું કે, પુણ્યથી સંસ્કારી માતા-પિતાને ત્યાં જન્મ મળે. સારું સ્વાસ્થ્ય, સારી સંપત્તિ મળે છે. પુણ્ય બે પ્રકારના હોય છે. એક પુણ્ય તમને સંપત્તિ, સ્વાસ્થ્ય આપે જ્યારે બીજું પુણ્ય તમને ધર્મ આપે છે. તમારા જીવનમાં આનંદ શાનો હોય છે પૈસાનો કે ધર્મ મળવાનો આજે પૈસા પાછળની દોડને કારણે ધર્મ કરવાનો સમય નથી ત્યારે તમારું પુણ્ય ધર્મ કરવાવાળું બનાવો તે જરૂરી છે. જૈનાચાર્યે કહ્યું હતું કે, પોતાને મળેલા પુણ્યને ઓળખવાની પ્રજ્ઞા પણ જોઇએ. જે વ્યક્તિ માતાનને દર્શન કરવા લાવે છે અને જાતે પાછળ ઊભો રહે છે. આવું કેમ કારણ કે, તેને પુણ્યથી સરસ ધર્મ મળ્યો. પરમાત્મા મળ્યા, પણ પરમાત્માને ઓળખવાની બુદ્ધિ નથી. આજે ધર્મની ઉપેક્ષા થાય છે, તેનું કારણ ધર્મ સમજવાની પ્રજ્ઞા નથી. પ્રેમ વિશે સમજાવતાં પૂ.મહારાજ સાહેબે જણાવ્યું હતું કે, ભગવાનની ઓળખ થયા પછી પરમાત્મા માટે અને ધર્મ માટે પ્રેમ જોઇએ. મીરાં, સુરદાસ અને નરસિંહ મહેતાનો કૃષ્ણ માટેનો પ્રેમ કેવો હતો પ્રેમમાં તેઓ મગ્ન હતા. તમે પ્રેમ વગર કોઇને આપી શકો તે શક્ય છે પરંતુ જયાં પ્રેમ છે ત્યાં તમે આપ્યા વગર રહેતા નથી. તમને પરમાત્મા પ્રત્યે ખરેખર પ્રેમ હોય તો તમે સમય-શબ્દ અને સંપત્તિ આપો.

પુરુષાર્થ શબ્દની સમજ આપતાં જૈનાચાર્યે કહ્યું હતું કે, અધ્યાત્મ જગતમાં પુણ્યથી પ્રવેશ કર્યો. પ્રજ્ઞાથી ઓળખ થઇ, જ્ઞાન મળ્યું અને તેમાંથી પરમાત્મા માટે-ધર્મ માટે પ્રેમ ઉત્પન્ન થયો. પણ પછી જરૂર છે પુરુષાર્થની. શબરીને રામ માટે પ્રેમ હતો તો રોજ રામ માટે બોર લેવા જતી. કરેલો પુરુષાર્થ જીવનમાં પ્રસન્નતા અપાવે છે.

મહારાજ સાહેબે ટાંક્યું હતું કે, પુણ્ય, પ્રજ્ઞા, પ્રેમ અને પુરુષાર્થથી મેળવેલી પ્રસન્નતા તે જીવનનો મોટો પુરસ્કાર છે.

બપોરનો સૂર્ય દેખવા લાયક નથી હોતો પરંતુ ચંદ્ર તો હંમેશા દેખવા લાયક હોય છે. તેમ ગુરુ ચંદ્ર જેવા છે, જે હંમેશા દેખવા લાયક હોય છે. પ્રજ્ઞા તમને પ્રસન્નતારૂપી પુરસ્કાર આપે છે.

અત્રે ઉલ્લેખનિય છે કે છેલ્લાં ઘણા દિવસોથી સુવર્ણ ચાતુર્માસ માટે શહેરમાં પધારેલા જૈનાચાાર્ય પૂ.રત્નસુંદર સૂરિશ્વરજી મહારાજ દ્વારા થઇ રહેલા પ્રવચનમાં ઉપસ્થિતોને જીવનની ઘણી બધી બાબતોને જાણવાની તક મળી હતી. શ્રી અલકાપુરી જૈન સંઘ ખાતે ચાર્તુમાસ આરાધના હેતુ બિરાજમાન પૂ.રત્નસુંદર સૂરિશ્વરજી મહારાજે જીવનમાં પૂણ્ય, પૈસા, ધર્મ, પરમાત્મા, પ્રસન્નતા, પુરુષાર્થ, ગુરુ અને પ્રજ્ઞા પ્રેમ વિશે વિશે ખૂબ સુંદર જ્ઞાન પિરસ્યું હતું.

પુણ્ય અને પુરસ્કારનો અભિગમ જીવન સફળ બનાવશે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો