તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

YCY સંસ્થા દ્વારા પરિસંવાદ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વડોદરા. શહેરનાવારસિયા વિસ્તારમાં આવેલ યોહાન કલ્ચરલ યૂથ દ્વારા નિ:શુલ્ક ધ્યાન-યોગ, કુંડલીની સાધન શિબિર તથા પ્રાયશ્ચિત વિદ્યાન પર કાર્યક્રમ યોજવામાં આવનાર છે. ગુરુપૂર્ણિમાના પાવન અવસરે યુવાપેઢીને સન્માર્ગે વાળવા તથા આધુનિક બદીઓની આદતથી દૂર થઇ અને સાંસ્કૃતિક જીવન તરફ રૂચિ સાથે કેવી રીતે પોતાના વ્યક્તિત્વનો વિકાસ કરવો તે અંગે યુવાઓને જાહેર માર્ગદર્શન પુરું પાડવામાં આવશે. સંદર્ભે આધ્યાત્મિક ગુરુદેવ પ્રશાંતજી દ્વારા કેરી રીતે ધ્યાન કરવુ,એસ્ટ્રલ ટ્રાવેલ કરવું એના વિશે થિયરીકલ અને પ્રેકટિકલ નિ:શુલ્ક ટ્રેનિંગ આપવામાં આવશે. ‘શબ્દ બ્રહ્મ’ અને માઇન્ડ પાવરનો ઉપયોગ કરીને કેવી રીતે સાંસારિક જીવનમાં અને આધ્યાત્મિક જીવનમાં સફળ થવું તે વિશે પરિસંવાદ પ્રશ્નોત્તરી અને અન્ય સાહિત્ય દ્વારા નિ:શુલ્ક માર્ગદર્શન પુરું પાડવામાં આવશે. ત્યારબાદ યોહાન કલ્ચર ગ્રૂપના મેમ્બરો દ્વારા પોઝીટીવીટી વિશે ગ્રૂપ ડિસ્કશન-પ્રાર્થના યોજાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો