તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • પોલીસ પર હુમલાના કેસમાં ફરાર સહેજાદ ઝડપાયો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોલીસ પર હુમલાના કેસમાં ફરાર સહેજાદ ઝડપાયો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પોલીસપર હુમલો, રાયોટિંગ અને લૂંટ સહિત 4 ગુનાઓમાં ફરાર સહેજાદ ઉર્ફે પીપોડીને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો હતો. ચકચારી સલીમ મસાણિયા હત્યા કેસમાં પણ અગાઉ તેની ધરપકડ થઇ હતી. ક્રાઇમ બ્રાન્ચે તેને કારેલીબાગ પોલીસના હવાલે કર્યો હતો.

ગત એપ્રિલ મહિનામાં રાવપુરા નવાબવાડા પાસે એક કોમનાં બે ટોળાં વચ્ચે ઝઘડો થયો હતો. ઘટનાના પગલે પોલીસે સ્થળ પર દોડી જઇ ટોળાને કાબૂમાં લેવા જતાં ટોળા પૈકીના માથાભારે સહેજાદ ઉર્ફે પીપોડી અનવરઅહેમદ શેખ ( રહે. નવાબવાડા, રાવપુરા) સહિત 13 જેટલા શખ્સોએ પોલીસ પર હુમલો કર્યો હતો અને પીસીઆર વાનના કાચની તોડફોડ કરી હતી. હુમલાના બનાવમાં પોલીસે સહેજાદ પીપોડી સહિતના 13 શખ્સો સામે રાયોટિંગનો ગુનો નોંધ્યો હતો. ઉપરાંત એક મહિના પહેલાં થયેલા રાયોટિંગના કેસમાં પણ તેની સંડોવણી બહાર આવી હતી તેમજ જાન્યુઆરી 2016માં સિટી પોલીસ સ્ટેશનમાં પણ મારામારી અને લૂંટના ગુનામાં તે નાસતો ફરતો હતો. સહેજાદ પીપોડી નવાયાર્ડ દીપ સિનેમા પાસે આવેલા આંબાવાડી ખાતે આવ્યો હોવાની બાતમી મળતાં ક્રાઇમ બ્રાન્ચ પીએસઆઇ પટેલ સહિતની ટીમે તેને ઝડપી પાડ્યો હતો. ક્રાઇમ બ્રાન્ચે સહેજાદને પોલીસને હવાલે કર્યો હતો. ફતેપુરા પાસે આરટીઆઇ એક્ટિવિસ્ટ સલીમ મસાણિયા હત્યા કેસમાં પણ સહેજાદ ઉર્ફે પીપોડી અનવર અહેમદ શેખની સંડોવણી હતી.

મસાણિયા હત્યા કેસમાં પણ ધરપકડ થઇ હતી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો