Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મકાન વેચવાનું જણાવી ~5 લાખ લીધા બાદ છેતરપિંડી
દરબાદચોકડી પાસે આવેલું મકાન વેચવાનું જણાવી રૂા.5 લાખ લીધા બાદ મકાનનો દસ્તાવેજ કરી આપીને નાણાં પણ પરત કરવામાં આવતાં બનાવ અંગે માંજલપુર પોલીસે પાર્થ ઝવેરી અને રચના ઝવેરી વિરુદ્ધમાં વિશ્વાસઘાત અને છેતરપિંડીનો ગુનો દાખલ કર્યો હતો. જ્યુ.મેજિ.એ બન્ને પક્ષની દલીલ સાંભળ્યાં બાદ પોલીસે જામીન અરજી નામંજૂર કરી હતી.
રોહિત આર્ય (રહે.વલ્લભ વિદ્યાનગર)એ માંજલપુર પોલીસ સ્ટેશનમાં 18 મેના રોજ ફરિયાદ આપી હતી કે, પાર્થ ઝવેરી (રહે.પરી રિપોઝ, શ્રેણિક પાર્ક ચાર રસ્તા પાસે) અને રચના ઝવેરી (રહે.એલ.જી.પાર્ક, માંજલપુર)એ તેમનું એલ.જી.પાર્કવાળું મકાન ~15 લાખમાં વેચવા માટેનું નક્કી કર્યું હતું. મકાનના વેચાણ પેટે એગ્રીમેન્ટ ઓફ સેલનો કરાર પણ કરી આપ્યો હતો અને તે પેટે ~5 લાખ પણ લીધા હતા. જો કે, બાદ મકાનનો દસ્તાવેજ કરી આપવામાં આવ્યો હતો.
અંગે ગુનો દાખલ થતાં પાર્થ અને રચનાએ અગાઉ આગોતરા જામીન અરજી કરી હતી. ન્યાયાધીશે અરજી મંજૂર કરી હતી. પોલીસે બંનેની અટકાયત કરી તેમને જામીન પર મુક્ત કર્યા હતા. ગુના સબંધે પૂછપરછ કરતાં બંનેએ એકબીજા પર દોષારોપણ કરી તપાસમાં સહકાર આપ્યો હતો. એટલે પોલીસે 3 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી.જે નામંજૂર કરાઇ હતી.