Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
હોસ્પિટલમાંથી જયેશને રજા આપી
પારૂલયુનિવર્સિટી દુષ્કર્મકાંડમાં સપડાયેલાં અને યુ. એમ. મહેતામાં છાતીમાં દુખાવાની ફરિયાદ સાથે દાખલ કરાયેલાં જયેશ પટેલનાં કાર્ડીયાક એન્જાઇમ નોર્મલ થતાં તેને સોમવારે મોડી સાંજે હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયો હતો.
પ્રાપ્ત માહિતી મુજબ જયેશ પટેલે છાતીમાં દુખાવાની ફરિયાદ કરતાં ગત બુધવારે મોડી સાંજે વડોદરા જેલમાંથી અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. જ્યાં ડોકટરોએ બ્લડપ્રેશર, ડાયાબિટીસ, ઇકો અને ઇસીજી સહિતનાં ટેસ્ટ કર્યા હતા. જેમાં જયેશને કોરોનરી એન્જિયોગ્રાફી કરવી જરૂર હોવાનું મંતવ્ય ડોકટરોએ વ્યક્ત કર્યું હતું. પરંતુ, જયેશે એન્જિયોગ્રાફી કરવા મંજૂરી આપતાં હોસ્પિટલે અંગેની જાણ કરતો પત્ર જેલ સુપરિન્ટેન્ડેન્ટને લખ્યો હતો. દરમિયાન જયેશ પટેલનાં કાર્ડીયાક એન્જાઇમ નોર્મલ થતાં હોસ્પિટલ સત્તાવાળાઓ દ્વારા સોમવારે મોડી રાત્રે હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કર્યો હતો.
અંગે યુએન મહેતાં હોસ્પિટલનાં આસિસ્ટન્ટ આર. એમ. ઓ. ડો. કૌશિક બારોટનાં જણાવ્યાં મુજબ, જયેશ પટેલને કોરોનરી એન્જિયોગ્રાફીની જરૂર હોવા છતાં તેણે મંજૂરી આપતાં અમે જેલ સુપરિટેન્ડેન્ટને પત્ર લખીને જાણ કરી હતી. જેથી રવિવારે વડોદરા ક્રાઇમ બ્રાન્ચનાં બે કોન્સ્ટબલે હોસ્પિટલનાં આવી જયેશ પટેલની સારવાર કરતાં ડોકટરોની મુલાકાત લીધી હતી.