તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • સોનાની ચેઇનના મામલે સાસુની હત્યા કરનાર જમાઇની ધરપકડ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સોનાની ચેઇનના મામલે સાસુની હત્યા કરનાર જમાઇની ધરપકડ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
લગ્નપ્રસંગમાંપહેરવા માટે આપેલી સોનાની ચેઇનના મુદ્દે સાસુની હત્યા કરનાર જમાઇને લક્ષ્મીપુરા પોલીસે ગોત્રી સેવાસી રોડ ઉપરથી ઝડપી પાડ્યો હતો. પોલીસે તેને કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે તેને જ્યુડીશીયલ કસ્ટડીમાં મોકલી આપ્યો છે.

મૂળ રાજપીપળાનો અને હાલ ગોત્રીના પાટણવાડિયા મહોલ્લાનો સંજય હિંમતભાઇ પાટણવાડિયા પત્ની નીતા, 3 સંતાનો અને સાસુ શારદાબહેન સાથે રહેતો હતો. બેરોજગાર સંજયે દોઢ વર્ષ પહેલા ભાણીના લગ્ન પ્રસંગે સાસુ શારદાબહેન પાસેથી બે તોલા વજનની સોનાની ચેઇન પહેરવા માટે લીધી હતી. ચેઇન જમાઇ દોઢ વર્ષથી પરત નહિ આપતા સાસુ વારંવાર તેની માગણી કરતી હતી.

ગત શુક્રવારે સંજય ઘરમાં આવતા સાસુએ ચેઇનની માંગણી કરતા તે ઉશ્કેરાયો હતો અને સાસુ સાથે ઝઘડો કર્યો હતો. સાંજે 6ના સુમારે સંજયની પત્ની નીતા તેની મોટી દીકરી સોનલ અને પુત્ર રોહન શાકભાજી લેવા ગયા હતા. બીજી દીકરી ગાયત્રી અને તેની નાની શારદાબહેન ઘરમાં એકલા હતા. દરમિયાન જમાઇ સંજયને સાસુએ ચેઇન માટે ટકોર કરતા તેણે ઘરમાં પડેલા લાકડાના ફટકા મારી સાસુને મોતને ઘાટ ઉતારી હતી.લક્ષ્મીપુરા પોલીસે હત્યાનો ગુનો નોંધી જમાઇની શોધખોળ શરૂ કરી હતી.

હત્યા બાદ ફરાર થયેલો સંજય ગત મોડી રાત્રે ગોત્રી સેવાસી રોડ પર હોવાની બાતમી મળતાં પોલીસે તેને દબોચી લીધો હતો. પૂછતાછમાં સાસુ સાથે ચેઇનના મામલે બોલાચાલી થતાં ખાટલાની ઇશ જેવા લાકડાથી મારી હત્યા કર્યાની કેફિયત કરી હતી. પોલીસે કોર્ટમાં રજૂ કરતાં જેલહવાલે કરાયો છે.

ગોત્રીમાં સાસુની હત્યા કરી જમાઇ ફરાર થઇ ગયો હતો

ગોત્રી-સેવાસી રોડ પરથી પોલીસે ઝડપી લીધો હતો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો