Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ડમ્પરની અડફેટે આવતાં પોલીસ કોન્સ્ટેબલનું મોત
રાવપુરા પોલીસ મથકમાં ફરજ બજાવતા હતા
શહેરનારાવપુરા પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ કોન્સટેબલનુ આજે બપોરે ડભોઇ રોડ ગણેશનગર ખાતે અકસ્માતમાં મોત નિપજ્યું હતું. પાણીગેટ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તપાસ કરી છે.
પોલીસ સૂત્રો દ્વારા મળતી માિહતી અનુસાર શહેરના પ્રતાપનગર ખાતે પોલીસ ક્વાટરમાં રહોતા અને દાહોદના બિલવડ ગામના વતની ઘનાભાઇ રામસિંગ રાઠવા(32) રાવપુરા પોલીસ મથકમાં છેલ્લા પાંચ વર્ષથી ફરજ બજાવતા હતા. આજે તેઓ જનરલ શિફ્ટમાં નોકરી પૂરી થયા પછી જમવા માટે ડભોઇરોડ તરફ ગયા હતા.જ્યાંથી પરત ફરતી વખતે તેમની બાઇકને પાછળથી ધસી આવેલા ડંપર ચાલકે અડફેટે લેતા સર્જાયેલા અકસ્માતમાં તેમનું ઘટના સ્થલે મોત નીપજ્યું હતું. બનાવના જાણ થતા દોડી ગયેલા પોણીગેટ પોલીસ મથકના કર્મચારીઓએ મૃતદેહને પોસ્ટમોટર્મ માટે સયાજી હોસ્પિટલમાં ખસેડ્યો હતો. તેમજ તેમના પરિવારજનોને બનાવ અંગે જાણ કરવામાં આવી હતી.