તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાસ્કર િવશેષ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પોસ્ટવિભાગ દ્વારા નેક્સ્ડ ડે કનેક્ટ ઇન્ડિયા અભિયાન હેઠળ અમદાવાદથી વડોદરા અને અમદાવાદથી રાજકોટની તમામ પોસ્ટને બીજા દિવસે ગ્રાહકો સુધી પહોંચાડવા રોડ નેટવર્ક શરૂ કરવામાં આવ્યું છે. જ્યારે આગામી દિવસોમાં સુરતને અને ત્યારબાદ અન્ય શહેરોને પણ યોજના હેઠળ જોડી દેવામાં આવશે.

વધુમાં જો કોઈ વ્યક્તિનું સ્પીડ પોસ્ટ કે રજીસ્ટર્ડ પોસ્ટ આવ્યું હોય અને તેની ડિલિવરી વખતે ઘરે તાળું હોય તો પોસ્ટમેન ડિલિવરી સ્લીપમાં ટપાલની વિગતો ભરી ઘરમાં નાખીને આવશે જેથી ઘર મલિકને ટપાલ આવી હોવાની માહિતી મળતા તે પોસ્ટ વિભાગમાં જઈ ત્યાંથી તે મેળવી શકશે.

વિશે ગુજરાતના ચીપ પોસ્ટ માસ્ટર જનરલ રામભરોસાએ જણાવ્યું કે, ભારતીય ટપાલ વિભાગ તમામ લોકોને એકબીજાની સાથે જોડવા માટે સતત પ્રયત્નશીલ છે અને લોકોને ઝડપી સુવિધા મળી રહે તે માટે રોડનેટવર્ક સિસ્ટમ વધારવાનું આયોજન કર્યું છે. જેના માટે ગુજરાતમાં 1 જૂનથી અમદાવાદથી રાજકોટ અને વડોદરા માટે બન્ને દિશામાં લોકોને ઝડપી સ્પીડ પોસ્ટ, રજીસ્ટ્રી, મનીઓર્ડર સહિતની ટપાલ મળી રહે તે માટે રોડ કનેક્ટીવીટી સિસ્ટમ શરૂ કરી છે. જ્યારે આગામી દિવસોમાં સુરતને પણ સિસ્ટમ સાથે જોડી દેવામાં આવશે.

જેના પગલે શહેરોના લોકો ઉપરાંત ઇન્ડસ્ટ્રીયલ હબ સહિત અન્ય સંસ્થાની ટપાલ ઝડપથી બીજા દિવસે પહોંચાડી દેવાશે.

શહેરમાં ઇવનિંગ ડિલિવરી સેવા પણ શરૂ કરાઈ

જો કોઈનો ઘર બંધ હોય અને પોસ્ટ મેન તે ઘરની ટપાલની દિવસ દરમિયાન આપી શક્યો હોય તેવા ઘરોમાં સાંજે પણ પોસ્ટમેન ટપાલની ડિલિવરી કરવા જશે. હાલમાં યોજના શહેરના નવરંગપુરા હેડ પોસ્ટ ઓફિસ ઉપરાંત વડોદરાના ફતેહગંજ તેમજ સુરત હેડપોસ્ટ ઓફિસમાં ઇવનિંગ ડિલિવરી સેવા શરૂ કરવામાં આવી છે. જો યોજનાને સફળતા મળશે તો તેને શહેરની અન્ય પોસ્ટ ઓફિસ ઉપરાંત રાજ્યની તમામ હેડપોસ્ટ ઓફિસોમાં શરૂ કરવામાં આવશે.

ગ્રાહકપોસ્ટ ઓફિસમાંથી વિગત મેળવી શકશે

ચીફપોસ્ટ માસ્ટર જનરલે જણાવ્યું કે, જો પોસ્ટમેન કોઈની ટપાલ પહોંચાડવા ગયો હોય અને ગ્રાહકના ઘરે તાળું હશે તો તેના ઘરે ડિલીવરી સ્લીપ નાખીને આવશે. જેમાં તેના સ્પીડ પોસ્ટ, રજીસ્ટર્ડ પોસ્ટ, પાર્સલ કે અન્ય ટપાલ આવ્યાની તારીખ અને સમયની સાથે પોસ્ટ ઓફિસનો લેન્ડલાઈન નંબર અને પોસ્ટમેનનો મોબાઈલ નંબર લખ્યો હશે. જેથી ગ્રાહક ઘરે આવે ત્યારે જે તે પોસ્ટ ઓફિસનો સંપર્ક કરી પોતાની ટપાલ અંગે માહિતી મેળવી તે સરળતાથી મેળવી શકશે. આના પગલે અગત્યના કાગળો પોસ્ટમાં નહીં મોકલવાની લોકોમાં રહેલી ગેરમાન્યતાને પણ દૂર કરી શકાશે તેવો આશાવાદ છે.

અમદાવાદથી વડોદરા-રાજકોટની ટપાલ બીજા દિવસે મળશે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો