તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જયેશ પટેલને ડિસ્ચાર્જ કરાયો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પારૂલયુનિવર્સિટી દુષ્કર્મકાંડમાં સપડાયેલાં અને યુ. એન. મહેતામાં છાતીમાં દુખાવાની ફરિયાદ સાથે દાખલ કરાયેલાં જયેશ પટેલનાં કાર્ડીયાક એન્જાઇમ નોર્મલ થતાં તેને સોમવારે મોડી સાંજે હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયો હતો. રવિવારે વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમે હોસ્પિટલ જઇને જયેશની સારવાર કરતાં ડોકટરો પાસેથી સારવાર અંગેની માહિતી મેળવી હતી.

જયેશ પટેલે છાતીમાં દુખાવાની ફરિયાદ કરતાં તેને ગત બુધવારે વડોદરા જેલમાંથી યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. ડોકટરોએ બ્લડપ્રેશર, ડાયાબિટીસ, ઇકો અને ઇસીજી સહિતનાં ટેસ્ટ કર્યા હતા. જેમાં જયેશ પટેલને કોરોનરી એન્જિયોગ્રાફી કરવી જરૂર હોવાનું મંતવ્ય ડોકટરોએ વ્યક્ત કર્યું હતું.

હોસ્પિટલનાં આસિ. આરએમઓ ડો. કૌશિક બારોટે જણાવ્યું હતું કે, જયેશને કોરોનરી એન્જિયોગ્રાફીની જરૂર હોવા છતાં તેણે મંજૂરી આપતાં અમે જેલ સુપરિટેન્ડેન્ટને પત્ર લખીને જાણ કરી હતી. જેથી રવિવારે વડોદરા ક્રાઇમ બ્રાન્ચનાં બે કોન્સ્ટબલે હોસ્પિટલનાં આવી જયેશ પટેલની સારવાર કરતાં ડોકટરોની મુલાકાત લીધી હતી. દરમિયાન જયેશ પટેલનાં કાર્ડીયાક એન્જાઇમ નોર્મલ થતાં અમે સોમવારે મોડી સાંજે હોસ્પિટલમાં ડિસ્ચાર્જ કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

    વધુ વાંચો