- Gujarati News
- National
- વડોદરા |સહસ્રાબ્દિના સર્વશ્રેષ્ઠધર્માધિકારી બ્રહ્મલીન પૂ.ગુરુદેવ ચંદ્રશેખર પંડિતજી દ્વારા સ
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વડોદરા |સહસ્રાબ્દિના સર્વશ્રેષ્ઠધર્માધિકારી બ્રહ્મલીન પૂ.ગુરુદેવ ચંદ્રશેખર પંડિતજી દ્વારા સ્થાપિત સનાતન
વડોદરા |સહસ્રાબ્દિના સર્વશ્રેષ્ઠધર્માધિકારી બ્રહ્મલીન પૂ.ગુરુદેવ ચંદ્રશેખર પંડિતજી દ્વારા સ્થાપિત સનાતન વૈદિક ધર્માનુરાગી ટ્રસ્ટની વેબસાઇટ www.daxinamurti.com નો આવતીકાલે ગુરુપૂર્ણિમા પર્વે આયોજિત પૂ.ગુરુદેવના પૂજન કાર્યક્રમ દરમિયાન પ્રારંભ કરાશે. વેબસાઇટના માધ્યમથી પૂ.પંડિતજીનું સાહિત્ય શ્રદ્ધાળુઓ ઓનલાઇન જોઇ શકશે. ગુરુપૂર્ણિમા પર્વ પ્રસંગે આયોજિત કાર્યક્રમ તેમજ વેબસાઇટના પ્રારંભ વિશે માહિતી આપતાં સનાતન વૈદિક ધર્માનુરાગી ટ્રસ્ટના વર્તમાન સંરક્ષક ડૉ.ગાર્ગી પંડિતે જણાવ્યું હતું કે, વૈદિક ધર્મની રક્ષા હેતુ સંસ્થા દ્વારા વ્યાસપૂર્ણિમાનું પર્વ 30 વર્ષથી ઉજવાઇ રહ્યું છે. સનાતન પરંપરામાં ગુરુ પણ તત્વ છે. સદગુરુના સાંનિધ્ય અને કૃપા વિના ભવસાગરની પાર ઉતરવું સંભવ નથી. મંગળવારે ગુરુ પૂર્ણિમા પ્રસંગે હરણી-વારસિયા રિંગ રોડ સ્થિત ગુરુકુળ સ્કૂલ ખાતે ગુરુપૂજનનો કાર્યક્રમ યોજાશે. ઉપરાંત પ્રસંગે સંસ્થાની વેબસાઇટનો પ્રારંભ કરાશે.
સનાતન ધર્મની રક્ષા અને રાસ્ટ્ર કલ્યાણ અર્થે વેબસાઇટનો પ્રારંભ