તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • CA ફાઇનલમાં વડોદરા શહેરનાં 34 સ્ટુડન્ટસ પાસ, રિઝલ્ટ 6.49 %

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

CA ફાઇનલમાં વડોદરા શહેરનાં 34 સ્ટુડન્ટસ પાસ, રિઝલ્ટ 6.49 %

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સફળતા મેળવનારાં શહેરનાં ત્રણ ટોપર્સ

એજ્યુકેશન રિપોર્ટર | વડોદરા

ધીઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા (આઇસીએઆઇ) દ્વારા મે માસમાં લેવાયેલી સીએ ફાઇનલની પરીક્ષાના આજે જાહેર થયેલા પરિણામમાં 524 વિદ્યાર્થીઓ પૈકી માત્ર 34 વિદ્યાર્થીઓ પાસ થતાં કુલ પરિણામ 6.49 ટકા પરિણામ આવ્યું હતું. રોનક બાફનાએ ઓલ ઇન્ડિયા લેવલે 7મો ક્રમાંક મેળવવાની સાથે શહેરમાં પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો.

આજે જાહેર થયેલા પરિણામમાં ઓલ ઇન્ડિયા કક્ષાના પરિણામમાં 6%નો વધારો થયો હતો. શહેરના રોનક બાફનાએ વડોદરામાં પ્રથમ અને ઓલ ઇન્ડિયા લેવલે 7મો ક્રમાંક મેળવ્યો હતો. કોમર્સ ફેકલ્ટીના પ્રોફેસર ડૉ. ઉમેશ ડાંગરવાલાની પુત્રી માનસીએ પણ વડોદરામાં બીજો ક્રમાંક તથા ઓલ ઇન્ડિયા લેવલે 49મો ક્રમાંક મેળવ્યો હતો.પ્રથમ ગ્રૂપમાં 280 વિદ્યાર્થીઓ પૈકી 71 વિદ્યાર્થીઓ પાસ થતાં કુલ પરિણામ 25.36 ટકા તથા બીજા ગ્રૂપમાં 276 વિદ્યાર્થીઓ પૈકી 80 વિદ્યાર્થી પાસ થતાં કુલ પરિણામ 28.99 ટકા આવ્યું હતું. સીપીટીમાં વડોદરા બ્રાન્ચનું 44.18 % પરિણામ આવ્યું. ગત વર્ષની સરખામણીએ 14.23% પરિણામ આવ્યું હતું.

કેન્સરથી પિડાતા પિતા વિજય ગોડસેની ઇચ્છાને પૂરી કરવા માટે પુત્રી દિવ્યા ગોડસેએ મે-14માં ફર્સ્ટ ગ્રૂપ પાસ કર્યા બાદ મે-16માં બીજા ગ્રૂપની પરીક્ષા આપી હતી. પ્રથમ ગ્રૂપ બાદ પિતાની માંદગી તથા ઘરના જવાબદારીના લીધે જોબ કરનાર દિવ્યાએ મનોમન નિર્ધાર કરીને સીએ બની હતી. દિવ્યાની મોટી બહેન સંધ્યા ગોડસે પણ પીએચડીની ડિગ્રી મેળવી છે.

ઓલ ઇન્ડીયા લેવલે 36મો ક્રમાંક મેળવનાર એકાઉન્ટીંગ અને ફાઇનાન્શીયલ મેનેજમેન્ટમાં 3 ગોલ્ડ મેડલ મેળવનાર માનસી ડાંગરવાલાએ વડોદરામાં બીજો અને ઓલ ઇન્ડીયા લેવલે 49 ક્રમાંક મેળવ્યો છે. માનસીના પિતા ડૉ. ઉમેશ ડાંગરવાલા પોતે પણ સીએ છે. સીએ ફાઇનલમાં મળેલી સફળતા બાદ માનસી ઇન્ડસ્ટ્રીઝમાં જોબ કરીને અનુભવ લેવા માંગે છે.

ઓલ ઇન્ડ્યા લેવલે 7મો ક્રમાંક અને વડોદરામાં પ્રથમ ક્રમાંક મેળવનાર રોનક બાફનાએ સીએ ફાઇનલની પરીક્ષામાં 800માંથી 579 માર્ક્સ મેળવ્યા હતા. રોનકએ સીએ તરીકે સ્વતંત્ર પ્રેક્ટિસ કરવાને બદલે કોપોરેટ કંપની કે ઇન્ડસ્ટ્રીઝમાં જોબ કરવા માંગે છે. રોનકની બહેન સુરભિ બાફનાએ નવેમ્બર-15માં સીએ ફાઇનલમાં વડોદરામાં પ્રથમ ક્રમાંક મેળ્યો હતો.

ફાઇનલમાં 524 વિદ્યાર્થીઓએ બંને ગ્રૂપની પરીક્ષા આપી હતી

સીએ ફાઇનલની પરીક્ષાના જાહેર થયેલા પરિણામમાં માત્ર 34 વિદ્યાર્થીઓ પાસ થયાં હતાં.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો