તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એજ્યુકેશન રિપોર્ટર | વડોદરા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
એજ્યુકેશન રિપોર્ટર | વડોદરા

યુનિ.માંચૂંટણીનો માહોલ જામતાં હિંસક ઘટનાઓએ આકાર લેવાનું શરૂ કર્યું છે. ફેકલ્ટી ઓફ ટેક્નોલોજી એન્ડ એન્જિનિયરિંગ ખાતે વીવીએસના વિદ્યાર્થીઓએ આઇકાર્ડ ચેક કરવાનું શરૂ કર્યું હતું. જેનો એનએસયુઆઇના વિદ્યાર્થીઓએ વિરોધ કરતાં વીવીએસના વિદ્યાર્થીઓએ તેમને માર મારી કપડાં સુધ્ધાં ફાડી નાખ્યાં હતા. વિદ્યાર્થીઓની વચ્ચે પડેલાં વિજિલન્સના સભ્યો તથા બાઉન્સર્સને પણ જાહેરમાં વીવીએસના વિદ્યાર્થીઓએ જાનથી મારી નાંખવાની ધમકી આપી ગાળો ભાંડી હતી. વીવીએસના વિદ્યાર્થીઓની દાદાગીરીનો ભોગ બનેલા વિદ્યાર્થીઓ રાવપુરા પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવવા ગયા હતા પરંતુ પોલીસ સ્ટેશનમાં સમાધાન થયું હતું.

યુનિ.ની ચૂંટણી થાય તેવી પ્રબળ શક્યતાઓ વર્તાઇ રહી છે ત્યારે યુનિ.નાં તમામ વિદ્યાર્થી સંગઠનો એક્ટિવ થયાં છે. માત્ર વિદ્યાર્થીઓની મુલાકાત અથવા વિદ્યાર્થીઓને વેલકમ કરવાના હેતુથી વિવિધ ફેકલ્ટીઓની મુલાકાત લેવાઇ રહી છે. ત્યારે વીવીએસના કાર્યકરો અન્ય ફેકલ્ટીના અને સંગઠનના કાર્યકરોને રોકતા હોય, માર મારતા હોય અને વિજિલન્સની હાજરીમાં આઇકાર્ડ પણ તે ચેક કરતા હોય તો ચૂંટણી વેળા પ્રચાર કરતા વિદ્યાર્થીઓ સાથે વીવીએસના વિદ્યાર્થીઓ હિંસક વર્તન કરી શકે તેમાં નવાઇ નહીં.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે કોઇ શુભચિંતકની પ્રેરણા અને આશીર્વાદથી તમે તમારી અંદર પોઝિટિવ ફેરફાર અનુભવ કરશો. તમારા કાર્યો પ્રત્યે સમર્પિત રહેવું ચોક્કસ જ તમને સફળતા આપી શકે છે. નવી ગાડી ખરીદવાની યોજના બની રહી છે તો ...

  વધુ વાંચો