તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ખોડિયારનગરમાં ગટરનું પાણી બંધ કરવા નવી લાઇન નંખાશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખોડિયારનગરમાં ગટરનું પાણી બંધ કરવા નવી લાઇન નંખાશે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
શહેરનાન્યૂ વીઆઇપી રોડ પર આવેલા ખોડિયાર નગરમાં તંત્રે નવી ગટર લાઇન નાંખવા માટે અંદાજે 71 લાખના ખર્ચે નવી ગટર ટ્રંક લાઇન નાંખવામાં આવશે.

ન્યૂ વીઆઇપી રોડ પર આવેલ ખોડિયાર નગર તળાવની દુર્દશા થઇ ગઇ છે. તળાવમાં ગટરનું પાણી છોડવામાં આવી રહ્યું છે અને તળાવની અંદર તથા બહાર ચોમેર ગંદકીના થર જોવા મળી રહ્યા છે. બાબતે તાજેતરમાં દિવ્યભાસ્કરે અહેવાલ પ્રસિદ્ધ કર્યો હતો. અહેવાલ બાદ તંત્રે તળાવમાંથી અને તલાવની બહારથી ગંદકી દૂર કરવાનું શરૂ કર્યું હતું. વિસ્તારનું ગટરનું પાણી વરસાદી કાંસ મારફતે તળાવમાં ઠલવાઇ રહ્યું હતું જેથી તાત્કાલિક અસરથી ગટરનું પાણી તળાવમાં ઠલવાતું બંધ કરવા માટે નવી ગટર લાઇન નાંખવાનું આયોજન કરવામાં આવ્યું હતું.

સેવાસદનના કાર્યપાલક ઇજનેર (ડ્રેનેજ) મુકુંદ પટેલે જણાવ્યું હતું કે વિસ્તારમાં નવી ટ્રંક લાઇ્ન નાંખવા માટે અંદાજે 71 લાખના કામના ટેન્ડરની પ્રક્રિયા પૂર્ણ થઇ ગઇ છે. નવી ગટર લાઇન સયાજીપુરા ટાઉનશિપથી કમલાનગર તરફ નાંખવામાં આવશે. જમીનની અંદર 3.50 મીટર ઊંડાઇમાં નવી ગટર લાઇન નંખાશે. સ્ટેન્ડિંગની મંજૂરી મળતાં વર્ક ઓર્ડર અપાઇ જશે.

ગટરનું પાણી તળાવમાં ઠલવાતું હતું

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો