• Gujarati News
  • National
  • પુનીયાવાંટ પાસે DYSPની કારને અકસ્માત, બેને ઇજા

પુનીયાવાંટ પાસે DYSPની કારને અકસ્માત, બેને ઇજા

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
છોટાઉદેપુરડીવાયએસપી એચ.ડી. મેવાડા તા.15 રાત્રીના 11-30 કલાકે વડોદરા તરફથી છોટાઉદેપુર જી.જી.18 જી2349 સરકારી જીપ લઈને આવતા પુનિયાવાંટ ગામ પાસે રોડ ઉપર ઉભેલી ટ્રક સાથે તેઓની જીપ અથડાઈ હતી. જેમાં બે કર્મીઓને સામાન્ય ઈજાઓ પણ થઈ હતી.

બનાવ અંગેની િવગતો અનુસાર ગત રાત્રીના છોટાઉદેપુર ડીવાયએસપી એચ.ડી. મેવાડા વડોદરાથી છોટાઉદેપુર ડી.વાયએસપી એચ.ડી. મેવાડા વડોદરાથી છોટાઉદેપુર આવતા હતા સમયે પુનિયાવાંટ ગામ પાસે રોડ ઉપર એમ પી. 10 એચ0986 ટ્રક ઉભેલ હતી. જેના ઉપર કાળી ટાડપતરી ઢાકેલ હોય પાછળ બ્રેક લાઈટ કે અન્ય કોઈ સ્ટીકર લગાવેલ હોય અંધારામાં ડ્રાઈવરને કાંઈ દેખાતા જીપને બ્રેક મારવા છતા ટ્રકને જઈ અથડાતા ભારે નુકશાન થયું હતું. સદનસીબે કોઈ ખાસ ઈજા થઈ નથી.

અંગેના છોટાઉદેપુર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યા છે અને ટ્રકની અટકાયત કરી છે.

Dysp એચ.ડી. મેવાડાનો આબાદ બચાવ

અન્ય સમાચારો પણ છે...