અર્પિત પાઠક . વડોદરા

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અર્પિત પાઠક . વડોદરા

@arpitpathak21

શહેરમાં સ્કુલ વર્ધી રીક્સા અને વાનની અંદાજીત સંખ્યા 10000 જેટલી છે. ત્યારે માત્ર 59 વાહનો રજીસ્ટ્રેશન કરાવ્યુ છે. આરટીઓ અને ટ્રાફિક પોલીસ દ્વારા અસરકારક ચેકીંગ કરવામાં નહીં આવતા માસુમ બાળકોની જાવન સાથે રમત રમવા જેવુ બેજવાબદારી ભર્યુ વલણ છતુ થઇ રહ્યું છે.

વડોદરા આરટીઓને સ્કૂલ રિક્શામાં શાળાએ જતાં અંદાજે 1.50 લાખ બાળકોની જોખમી મુસાફરીની ચિંંતા થવાને બદલે તેમને શાળાએ લઇ જતા અંદાજે 6000 રિક્શા ચાલકોની ચિંતા થતી હોવાનું જણાય છે. સ્કૂલ વાન અને રિક્શાનું રજિસ્ટ્રેશન કરાવનાર સામે અસરકારક કામગીરી કરવાને બદલે રહેમ નજર રખાતી હોવાનું જણાય છે. સુપ્રીમ કોર્ટ દ્વારા અંગે અસરકારક કામગીરી કરવાની ટકોર છતાં માત્ર 59 રિક્શા અને વાનનાં રજિસ્ટ્રેશન થયાં છે. તેમ છતાં આરટીઓ કોઇ ડ્રાઇવ કે ચેકિંગ કરી બાળકોના ભવિષ્ય સાથે થતાં ચેડાં અટકાવવા યોગ્ય પગલાં ભરતી નથી.

વડોદરામાં અંદાજે 6000 રિક્શા અને 4000 વાન સ્કૂલ વરદીની છે. જેમને આરટીઓના નિયમ મુજબ દર વર્ષે નવા શૈક્ષણિક સત્ર મુજબ નોંધણી કરાવવાની હોય છે. અને નિયમ મુજબ 6 બાળકો રિક્શામાં અને 14 બાળકો વાનમાં બેસાડવાનાં હોય છે. નિયમનું આરટીઓ પાલન કરાવે તો બાળકોની સુરક્ષા વધે.

અન્ય સમાચારો પણ છે...