Home » Madhya Gujarat » Latest News » Vadodara City » Vadodara - સ્ટેશન પર વિકલાંગ અને તેની પત્ની ગાંજા સાથે ઝબ્બે

સ્ટેશન પર વિકલાંગ અને તેની પત્ની ગાંજા સાથે ઝબ્બે

Divyabhaskar.com | Updated - Oct 11, 2018, 04:10 AM

ઇકબાલને આપવા સુરતથી ગાંજો લાવ્યા હતા

  • Vadodara - સ્ટેશન પર વિકલાંગ અને તેની પત્ની ગાંજા સાથે ઝબ્બે
    વડોદરા સ્ટેશન પર પોલીસે 1.951 કિલો ગાંજા સાથે વિકલાંગ અને તેની પત્નીને ઝડપી પાડ્યા હતા. બંનેની પૂછપરછ કરતા ગાંજો સૂરત ફુલવાડીથી રાજા ઉર્ફે રાજુ નામના શખ્સ પાસેથી લઇ વડોદરાના તાંદલજાના રીક્ષાચાલક ઇકબાલ શેખને ડીલેવરી આપવાની હોવાનું જણાવ્યુ હતુ. પોલીસે બંનેની ધરપકડ કરી રાજા તથા ઇકબાલ શેખની શોધખોળ હાથ ધરી હતી.

    બાન્દ્રા-ઝાંસી એક્સપ્રેસ ટ્રેનના વિકલાંગોના ડબ્બામાંથી ઉતરેલા એક વિકલાંગ અને મહિલા શંકાસ્પદ જણાતા રેલ્વે પોલીસે તેમની અટકાયત કરી હતી. પોલીસે બંનેની પૂછપરછ કરતા મહિલા મૂળ સૂરતની જરીના મહંમદ ઇરફાન મોમીન અને સાથે તેનો પતિ મહંમદ ઇરફાન હોવાનું જણાવ્યુ હતુ. પોલીસે મહિલાના થેલામાં તપાસ કરતા રૂ. 14 હજારની કિંમતનો 1.951 કિલોગ્રામ ગાંજો મળી આવ્યો હતો. પોલીસે બંને વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Madhya Gujarat

Trending

વીડિયો વધુ જુઓ