પગની જટિલ સર્જરી કરી યુવકને ફરી ચાલતો કર્યો

Vadodara - પગની જટિલ સર્જરી કરી યુવકને ફરી ચાલતો કર્યો

DivyaBhaskar News Network

Sep 12, 2018, 04:10 AM IST
ત્રણ મહિના પહેલાં માર્ગ અકસ્માતમાં પગની ઘૂંટીની વચ્ચેના ભાગમાં આવેલ હાડકાને કાયમી ગંભીર નુકસાન થતાં છોટા ઉદેપુરના યુવાનને પગ ગુમાવવાનો વારો આવ્યો હતો. તે સમયે શહેરની એક ખાનગી હોસ્પિટલના તબીબે વિશ્વમાં પ્રથમ વખત થ્રીડી પ્રિન્ટિંગ ટેક્નોલોજીની મદદથી આ યુવાનનું ઓપરેશન કરી તેનો પગ બચાવ્યો હતો. આ ઓપરેશન કરનાર તબીબને ત્યારપછી વિશ્વના અનેક દેશોમાંથી લેકચર આપવા અને વર્કશોપ માટે નિમંત્રણ મળી રહ્યાં છે.

ત્રણ મહિના અગાઉ છોટાઉદેપુરના સરતન રાઠવા નામના યુવાનને માર્ગ અકસ્માતમાં ગંભીર ઈજાઓ સાથે સારવાર માટે સનશાઇન ગ્લોબલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.તેને તપાસતી વખતે ઓર્થોપેડિક સર્જન ડો. રાજીવ શાહે જોયું કે, દર્દીના પગની ઘૂંટી પાછળનું ટેલસ બોન નામે ઓળખાતું હાડકું અકસ્માતમાં નીકળી ગયું હતું. સામાન્ય રીતે આવા સંજોગોમાં દર્દીએ પોતાનો પગનો ઘૂંટણથી નીચેનો ભાગ ગુમાવવો પડે છે. પરંતુ માનવતાના ધોરણે તબીબે પગ બચાવી શકવાના વૈકલ્પિક ઉપાયો અંગે વિચારણા કરી હતી. જેમાં હાલ મેડિકલ ક્ષેત્રે માનવીય અંગોના અમુક હિસ્સાને ટાયટેનિયમ ધાતુમાંથી બનાવવાની થ્રીડી પ્રિન્ટિંગ ટેક્નોલોજીની મદદથી ઇજાગ્રસ્ત સરતન રાઠવાનું ઓપરેશન કરવાનું નક્કી કર્યું. આ ઓપરેશન કર્યા બાદ તે વિશ્વનું સૌપ્રથમ સફ્ળ ઓપરેશન બન્યું અને તેની સફળતા અંગે સવિસ્તાર અને સચિત્ર માહિતી આપવા માટે ડો. રાજીવ શાહને આંતરરાષ્ટ્રીય સ્તરની અનેક ઓર્થોપેડિક કોન્ફોરન્સમાં વક્તા તરીકે અને લેક્ચર તેમજ વર્કશોપ માટે દેશ- વિદેશમાંથી આમંત્રણ મળી રહ્યાં છે. અગાઉ અમેરિકાની કોન્ફોરન્સમાં ં સંશોધન રજૂ કર્યાં હતાં. આવનારા સમયમાં ડો. રાજીવ શાહ કેન્યા,બાંગ્લાદેશ, નેપાળ, આફ્રિકન દેશો, મિડલઈસ્ટ દેશો, ચીન, કેનેડા, ફ્રાન્સ, જર્મની, અને સાઉથ કોરિયા દેશમાં વક્તા તરીકે અને લેક્ચર તેમજ વર્કશોપ યોજશે.

સફળ સર્જરી કરનાર ડો. રાજીવ શાહ

X
Vadodara - પગની જટિલ સર્જરી કરી યુવકને ફરી ચાલતો કર્યો
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી