Home » Madhya Gujarat » Latest News » Vadodara City » કાપડની થેલીઓ બનાવી મહિલાઓ મહિને 4,000 કમાય છે

કાપડની થેલીઓ બનાવી મહિલાઓ મહિને 4,000 કમાય છે

Divyabhaskar.com | Updated - Aug 13, 2018, 04:10 AM

પ્લાસ્ટિક પર પ્રતિબંધ મુકાયા બાદ એનજીઓની મદદથી પરશુરામ ભઠ્ઠાની મહિલાઓને રોજગાર મળ્યો

  • કાપડની થેલીઓ બનાવી મહિલાઓ મહિને 4,000 કમાય છે
    શહેરના પરશુરામ ભઠ્ઠામાં રહેતા ગરીબ પરિવારોના શાળામાં ન જતા હોય તેવા બાળકોને ભણાવતા એક એન.જી.ઓ દ્વારા આ બાળકોની માતાઓને કાપડની થવલીઓ બનાવવાની પ્રેક્ટિસ કરાવીને તેનું પ્રોડક્શન શરુ કરવામાં આવ્યું હતું. છેલ્લા ત્રણ વર્ષથી 22 જેટલી મહિલાઓને ટ્રેનિંગ આપીને હાલમાં તેઓ દ્વારા બનાવવામાં આવેલી કાપડની થેલીઓ, ચાદરો, પડદા સહિતની વસ્તુઓને વેચવા માટે પ્લેટફોર્મ આપવામાં આવ્યું છે. જેના દ્વારા આ મહિલાઓ દર મહિને સરેરાશ 4000 રૂપિયા કમાઈ લે છે.

    સ્ત્રોતોત્સવ નામક એન.જી.ઓ દ્વારા પરશુરામ ભઠ્ઠામાં રહેતા ગરીબ બાળકોને ભણાવવા માટે પાઠશાલા નામથી એક ફૂટપાથ સ્કુલ શરુ કરવામાં આવી હતી. બાળકોને ભણાવતી વખતે ત્યાં તેમની માતાઓ પણ બેસવા માટે આવતી હતી. જેઓ કોઈ પ્રકારનું કામ કરતી ન હતી. આ મહિલાઓને એન.જી.ઓ દ્વારા કાપડની થેલીઓ બનાવશો કે કેમ પૂછવામાં આવતા તેઓએ આ પ્રવૃત્તિ શીખવા માટેની ધગશ બતાવી હતી. જેને જોઈને શરૂઆતના સમયમાં 18 મહિલાઓની સાથે કાપડની થેલીઓ બનાવવાથી ‘ચુરની’ બ્રાન્ડની શરૂઆત થઇ હતી. સમયાંતરે વધુ 4 મહિલાઓ ઉમેરાઈ હતી. આમ, હાલમાં કુલ 22 મહિલાઓને સીવણ અને હાથવણાટની પૂરતી ટ્રેનિંગ આપ્યા બાદ તેમના દ્વારા કાપડની થેલીઓ સાથે સાથે ચાદર, પડદા, કૃષ્ણ કવર સહિતની વસ્તુઓ બનાવવામાં આવે છે. જેના દ્વારા અગાઉ કોઈ કામ ન કરતી હોય તેવી આ 22 મહિલાઓ દર મહિને 300થી 4000 રૂપિયા કમાય છે.

    આ મહિલાઓ દ્વારા બનાવવામાં આવેલ વિશિષ્ટ કાપડની થેલીઓએ ખુબ નામના મેળવી હતી. 7 અલગ અલગ ખાના ધરાવતી આ થેલીઓ ખુબ ભારે માત્રામાં વેચાઈ હતી.

    ભાસ્કર િવશેષ

    પરશુરામ ભઠ્ઠાની 22 મહિલાઓને NGOની મદદથી રોજગારી મળી.

    વધુ વેગ મળે તે માટે આઉટલેટ પણ શરૂ કર્યું

    ચુરની બ્રાન્ડ સાથે સંકળાયેલા જૂઈન દત્તાના જણાવ્યાનુસાર એક દાતા પાસેથી સમામાં દુકાન માટે અપાઇ હતી. જેમાં આ મહિલાઓ દ્વારા બનાવવામાં આવતી ચાદરો, કુશન કવર્સ, વિવિધ બેગ્સ સહિતની તમામ વસ્તુઓ એક જ સ્થળેથી ઉપલબ્ધ રહે તે રીતે આઉટલેટ શરુ કરવામાં આવ્યું છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Madhya Gujarat

Trending

વીડિયો વધુ જુઓ