• Gujarati News
  • National
  • પ્રાથમિક શાળામાં માધવવૃંદની ઉજવણી કરાઇ

પ્રાથમિક શાળામાં માધવવૃંદની ઉજવણી કરાઇ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુરુવારે માધવવૃંદની ઉજવણીમાં વડુ કન્યા પ્રા. શાળાની બાળાઓ દ્વારા બાલતરુનું સ્થાપન કરી જીવનમાં વૃક્ષોનુ મહત્ત્વ સમજાવવામાં આવ્યું હતું.

લાયન્સ કલબ દ્વારા બાજવામા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો
લાયન્સ કલબ ઑફ બરોડા સ્ટેડિયમ અને લાયન્સ કલબ ઑફ ફટીલાઈઝરનગરના સંયુક્ત ઉપક્રમે વાકળ વિધાલય, બાજવામા લાયન્સના પ્રમુખ બ્રિજેશ શાહ,બી.એફ.રાઠોડ, વાકળ કેળવણી મંડળના મંત્રી નરેન્દ્રભાઈ પટેલ, રીઝીયન ચેરમેન લાયન ભરતભાઇ પટેલ સહિતના મહાનુભાવોની હાજરીમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો.

ચિન્મય મિશન,માંજલપુર દ્વારા ગીતા ગાન સ્પર્ધાનું આયોજન
ચિન્મય મિશન દ્વારા ગીતા ગાન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. સદર સ્પર્ધા માટેના ફોર્મ તથા માહિતી શાળા મારફત અથવા તો ચિન્મય મિશન વડોદરા આશ્રમ સ્વામી ચિન્મયાનંદ માર્ગ માંજલપુર ખાતે થી મેળવી તા.25 જુલાઈ સુધી પહોંચતા કરવા વિનંતી છે. આ સ્પર્ધા અલગ અલગ શાળા કેન્દ્ર ખાતે આઠ ઓગસ્ટ થી સપ્ટેમ્બર માસના પ્રથમ અઠવાડિયા દરમિયાન યોજાશે.

‘જગત ક્યાં જઈ રહ્યું છે?’ વિશે વક્તવ્ય
હરણી રોડ કારેલીબાગ કેન્દ્રના સિનિયર સિટીઝન્સ એસોસીએશન દ્વારા લાયન શ્રી રાજેન્દ્રભાઈ ભટ્ટનું ‘જગત ક્યાં જઈ રહ્યું છે?’ વિષય પર તા.13 જુલાઈને શુક્રવારે સાંજે 5.30 કલાકે વક્તવ્ય રાખવામાં આવેલ છે. આ વક્તવ્ય સિનિયર સિટીઝન્સ સભાખંડમાં રાખવામાં આવેલ છે.

500 બાળકોને ફૂડ પેકેટનું વિતરણ
લાયન્સ કલબ ઓફ બરોડા સાઉથ મેમ્બર દ્વારા મધ્યપ્રદેશ ખાતે 500 જેટલા બાળકોને ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

સિનિયર સિટિઝન્સ દ્વારા સંગીત સંધ્યા
સિનિયર સિટીઝન્સ એસો. દ્વારા તા.14 જુલાઈને શનિવારે સાંજના 5.30 કલાકે ગીત-સંગીત, ભજનોનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે. આ કાર્યક્રમ હરણી રોડ, કારેલીબાગ કેન્દ્ર ખાતે આવેલ સિનિયર સિટીઝન્સ સભાખંડમાં રાખવામાં આવેલ છે.

અતુલ પુરોહિતના કંઠે સુંદરકાંડના પાઠ
ઋતુંભરા સુંદરકાંડ પરિવાર દ્વારા અતુલભાઈ પુરોહિતના સ્વમુખે સંગીતમ સુંદરકાંડના પાઠનું આયોજન કરવામાં આવેલ છે. આ સુંદરકાંડ તા.13 જુલાઈને શુક્રવારે સાંજે 7.45 કલાકે વિશ્વ મંદિર, ઋતુભંરા શક્તિપીઠ, સર્વમ્ હાઈટ્સની બાજુમાં માંજલપુર ખાતે રાખવામાં આવેલ છે.

RPFના જવાનોને પોકસો એક્ટની માહિતી આપી
બરોડા સિટિઝન કાઉન્સિલ દ્વારા આરપીએફ, જીઆરપી અને મેડિકલ ઓફિસરોને જેજે અેક્ટ અને પોકસો એક્ટની માહિતી આપવામાં આવી હતી.

સ્વાધ્યાય પરિવારના જયશ્રી દીદીનો 61મો

જન્મદિવસ વૃક્ષ મંદિર દિન તરીકે ઉજવાયો
છોડમાં રણછોડ અને વૃક્ષમાં વાસુદેવને નીરખવાની અને કરોડો લોકો સુધી આ ભક્તિની દ્રષ્ટિ પહોચાડનાર પૂ.પાંડુરંગ શાસ્ત્રી આઠવલે પ્રેરિત વૈશ્વિક સ્વાધ્યાય પરિવારે 12 જુલાઈના રોજ જયશ્રી દીદીજીનો 61મો જન્મદિવસની વૃક્ષ મંદિર દિન, માધવ વૃંદ દિન અને યુવા દિન તરીકે ઉજવણી કરવામાં આવી હતી. વડોદરા અને તેની આસ-પાસના જિલ્લાઓના 5 હજાર ગામોમાં રહેતા સ્વાધ્યાય પરિવાર દ્વારા પોતાના ઘરે બાલતરૂનું સ્થાપન પૂજન કરી દીદીજીનો વિશિષ્ટ રીતે ઉત્વસ ઉજવ્યો હતો. પૂ.જયશ્રી દીદીજીના જન્મ દિવસે લાખોની સંખ્યામાં તુલસી થી લઈને વટવૃક્ષ સુધીના બાલતરૂનું સ્થાપન થાય છે. જેનો સર્વાઈવલ રેસીયો 95 ટકા થી વધુ હોય છે.

બાપોદ જકાતનાકા ખાતે વિનામૂલ્યે સર્વરોગ નિદાન
પતંજલી આરોગ્ય કેન્દ્ર દ્વારા તા.13,14 જુલાઇના રોજ સવારે 10 થી 1 અને સાંજે 5 થી 8 કલાકે પંતજલિ હેલ્થકેર, 19/20,સનરાઇઝ શોપ, જુના બાપોદ જકાતાનાકા પાસે, વૈેકુંઠ-1ની બાજુમાં, વાઘોડિયા રોડ ખાતે કમર,ઘુંટણના દુખાવા, સ્ત્રીરોગ, માઇગ્રેન, અલ્સર, ડાયાબિટીસ અને થાઇરોડનું વિનામૂલ્યે સર્વરોગ નિદાન રાખવામાં આવેલ છે.

હનુમાનજી મંદિર ખાતે યુવાઓ દ્વારા વૃક્ષારોપણ
ઓરી-રૂબેલાના રસીકરણ અંગે વાલીઓને માર્ગદર્શન
ન.પ્રા.શિ.સમિતિ સંચાલિત સ્વામી વિવેકાનંદ પ્રા.શાળા (બપોર) માં ઓરી રૂબેલા રસીકરણ કાર્યક્રમ અંગે વાલીઓને ડૉક્ટરોએ માર્ગદર્શન આપ્યું હતું.

હજ્જે બયતુલ્લાહ જનાર મહિલાઓ માટે કેમ્પ
આ વર્ષે હજ્જે બયતુલ્લાહ જનાર મહિલાઓ માટે ખાસ હજ્જનાં અરકાન તેમજ હજ્જ વિશે જરૂરી માહિતી આપવા માટે બે દિવસીય કેમ્પનું ખાસ આયોજન કરવામાં આવેલ છે. કેમ્પ તા.14 અને 15 જુલાઈના રોજ બપોરે 2 વાગ્યાથી 5 વાગ્યા સુધી મદ્રસ-એ-તાલીમુન્નીશવા, યાસીનખાન પઠાણ રોડ, મોગલવાડા ખાતે રાખવામાં આવેલ છે.

સંખેડા તાલુકાના તેલતી ગામે આવેલ હનુમાનજી મંદિર ખાતે પર્યાવરણ બચાવો અંતર્ગત ગામના યુવાઓ દ્વારા વૃક્ષારોપણ કરાયું હતું.

આયુર્વેદિક ઉકાળાનું વિતરણ
BAPS સંચાલિત નિરામય આયુર્વેદિક અને નેચરોપથી કેન્દ્ર, અટલાદરા રેલવે ક્રાેસિંગની સામ મેલેરિયા, સ્વાઇન ફ્લુ, ડેન્ગ્યુ, શરદી, ખાંસી અને તાવ સામે રોગ પ્રતિકારક શક્તિ વધારી શકે તે માટે તા.13,જુલાઇએ સવારે 9 થી 12 કલાકે ઉકાળાનું વિતરણ કરાશે.

દાંડિયાબજાર ખાતે વાર્ષિક સભા
શુક્લ યજુર્વેદિય માધ્ય મહારાષ્ટ્રીય બ્રાહ્મણ મંડળની વાર્ષિક સાધારણ સભા તા. 15,જુલાઇના રોજ સવારે 9.30 કલાકે યાજ્ઞવલ્કય આશ્રમ, દાંડિયાબજાર ખાતે રાખવામાં આવેલ છે. જેની દરેક સભ્યોને નોંધ લેવા જણાવ્યું છે.

વડીલો દ્વારા આજે હાઉસીની રમત
સુમન વડીલ વિશ્વાંતિ, સિનિયર સિટિઝન્સ સેન્ટરના ઉપક્રમે તા.13, જુલાઇને શુક્રવારના રોજ સુમન વિદ્યાલય, આયુર્વેદિક ત્રણ રસ્તા પાસે, પાણીગેટ બહાર, સાંજે 5 કલાકે ઇંગ્લીશ હાઉસીની રમતનો કાર્યક્રમ રાખેેલ છે.

સ્પોર્ટ્સ મીટમાં 25 અને 27મો ક્રમાંક
કેન્દ્રીય વિદ્યાલય દ્વારા ભુવનેશ્વર ખાતે યોજાયેલ સ્પૉટ્સ મીટમાં હર્ષ પરમાર 25,આર્ય ઉપાધ્યાય 27 ક્રમાંકે રહ્યા હતા.

દેવરૂખે બ્રાાહ્મણ સમાજના વિદ્યાર્થીઓ જોગ
દેવરૂખે બ્રાહ્મણ સમાજના વિદ્યાર્થીઓએ શૈક્ષણિક વર્ષ 2018-19 માટેના શિક્ષણ મદદના ફોર્મ તા.15 જુલાઈથી મેળવીને તા.30 જુલાઈ સુધી ભરીને સંસ્થાની ઓફિસ હાથીયાખાડ રોડ, રંગમહલ, વાડી ખાતે સવારે 9 થી 12 તેમજ સાંજે 4-7 દરમિયાન આપી જવા.

પટેલ સમાજનાે જીવનસાથી પસંદગી મેળો
સમસ્ત પાટીદાર પટેલ સમાજના સંતાનો માટે વિનામુલ્યે જીવનસાથી પસંદગી મેળો તા.15 થી 31 જુલાઈએ સવારે 9.30 થી 12.30 દરમિયાન પાટીદાર પટેલ સમાજ કાર્યાલય, કોપર આર્કેડ, વિશ્વેશ્વર મંદિર સામે, મવડી મેઈન રોડ, રાજકોટ ખાતે યોજાશે

પદયાત્રીઓને ચા-નાસ્તાનું વિતરણ કરાયું
વાસુદેવાનંદજી સરસ્વતીની પુણ્યતિથિ નિમિત્તે ગુરુડેશ્વર પગપાળા જતા પદયાત્રીઓને ચા-નાસ્તાનું વિતરણ કરવામાં આવ્યું હતું.

તમારા સમાજ - સંસ્થા, ધર્મ કે તમારી અાસપાસ બનતી નાની - મોટી ઉજવણીઅોને અા પાના પર સમાવવા માટે નીચે અાપેલ ઈ-મેઈલ અાઈડી પર ફોટો સાથે વિગત મોકલી અાપો

dbpressnote.vadodara@gmail.com

અથવા નીચેના સરનામે મોકલી અાપોે િદવ્ય ભાસ્કર | એ-49, આર્યન એવન્યુ રણછોડપાર્ક સોસાયટી, કારેલીબાગ, વડોદરા
અન્ય સમાચારો પણ છે...