• Gujarati News
  • National
  • પોલીસને ધક્કો મારી સયાજી હોસ્પિટલમાંથી કેદી ભાગી ગયો

પોલીસને ધક્કો મારી સયાજી હોસ્પિટલમાંથી કેદી ભાગી ગયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બાપોદ પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલા હત્યાના પ્રયાસમાં સંડોવાયેલા આજવા રોડના શખ્સની ધરપકડ કરી જેલ હવાલે કર્યો હતો. જેને મધ્યસ્થ જેલમાંથી શારીરિક તપાસ માટે પોલીસ જાપ્તામાં સયાજી હોસ્પિટલમાં લવાયો હતો. શખ્સની શારીરિક અને માનસિક તપાસ કરાવ્યા બાદ જાપ્તામાં લઇ જવાતો હતો. દરમિયાન પોલીસ કર્મી સાથે ખેંચતાણ કરી ધક્કો મારી હોસ્પિટલની દીવાલ કૂદી ભાગી છૂટ્યો હતો.

આજવા રોડ વિનય પાર્ક વિભાગ-1માં રહેતો પ્રિયકાંત ઉર્ફે ભયલુ સોલંકી વિરુદ્ધ હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયો હતો. શારીરિક તપાસ માટે તેને પોલીસ જાપ્તામાં એસએસજીમાં લવાયો હતો. જવાહરનગરના પોલીસ સ્ટેશનના એલ.આર.ડી અનિરુદ્ધસિંહ ગોહિલ તેની સાથે હતા. સારવાર પૂરી કર્યા બાદ પ્રિયકાંતે પોલીસ કર્મી સાથે ખેંચતાણ કરી પોલીસ કર્મીએ જોરથી હાથ પકડતાં તે ધક્કો મારી હોસ્પિટલની દીવાલ કૂદી ભાગી છૂટ્યો હતો. હોસ્પિટલ આસપાસ પ્રિયકાંતની શોધખોળ કરતાં તેનો કોઇ પત્તો મળ્યો ન હતો.

શહેરની સયાજી હોસ્પીટલમાંથી હત્યાના પ્રયાસનો કાચા કામનો આરોપી પ્રિયકાંત ઉર્ફે ભયલુ સોલંકી પોલીસ સાથે ઝપાઝપી કરી ફરાર થઇ ગયો હતો.

મને કહ્યું, હાથ છોડ નહીં તો પથ્થર મારી તારું માથું ફોડી નાખીશ
પ્રિયકાંત ઉર્ફે ભયલુ સોલંકી અને મનોજ પરમારને સાથે રાખી હાથકડી પહેરાવી હતી. પ્રિયકાંતને હાથમાં હથકડી ખૂંચતી હોવાથી કાઢી નાખી હતી. પ્રિયકાંત દવા લેવાના બહાને મને હોસ્પિટલના પાછળના ગેટ સુધી લઇ આવ્યો મને એની ઉપર શંકા હતી, તેણે અચાનક મારો હાથ છોડાવવા માટે ખેંચતાણ શરૂ કરી હતી. તેણે નીચે પડેલો એક મોટો પથ્થર હાથમાં લઇ મને કહ્યું, હાથ છોડ નહીં તો પથ્થર મારી માથું ફોડી નાખીશ. 5 મિનિટ સુધી પ્રિયકાંત અને મારી વચ્ચે ખેંચતાણ ચાલી. મેં મદદ માટે લોકોને બૂમો પાડી એક રિક્ષા ચાલકને ઊભો રાખી મદદ માંગી હતી. દરમિયાન પ્રિયકાંતે મને પાછળથી ધક્કો મારતાં મારા હાથમાંથી તેનો હાથ છૂટી ગયો અને દીવાલ કૂદી કઇ તરફ ભાગી છૂટ્યો, ખબર જ ના પડી. અનિરુદ્ધસિંહ ગોહિલ, LRD, જવાહરનગર પોલીસ સ્ટેશન

અન્ય સમાચારો પણ છે...