• Gujarati News
  • National
  • ચોમાસાની જમાવટ સાથે દોઢ ઈંચ વરસાદ, વિશ્વામિત્રી બે કાંઠે

ચોમાસાની જમાવટ સાથે દોઢ ઈંચ વરસાદ, વિશ્વામિત્રી બે કાંઠે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરામાં દોઢ ઈંચ વરસાદ વરસ્યા ઉપરાંત ઉપરવાસમાં પણ ધોધમાર વરસતાં વિશ્વામિત્રી અને આજવા સરોવરમાં નવાં નીરની આવક થઈ હતી. જેમાં હાલ વિશ્વામિત્રી 10 ફૂટે વહી રહી છે, જ્યારે આજવાની સપાટી 205.80 ફૂટે પહોંચી છે. ઉલ્લેખનીય છે કે, બુધવારે બપોરે 12 વાગે વિશ્વામિત્રી નદી 11 ફૂટે પહોંચી હતી, જોકે બપોરે 4 વાગે વિશ્વામિત્રીની સપાટીમાં 1 ફૂટનો ઘટાડો થઈ 10 ફૂટે પહોંચી હતી. તસવીર િચતંન શ્રીપાલી

શહેર-િજલ્લામાં વિતેલા 24 કલાકનો વરસાદ
આગામી 24 કલાકમાં અતિભારે વરસાદની આગાહી
ઇન્ફ્રા રિપોર્ટર | વડોદરા

વડોદરામાં છેલ્લા 20 કલાકમાં ધીમી ધારે દોઢ ઈંચ વરસાદ વરસ્યો હતો. આગામી 24 કલાકમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં અાવી છે. શહેરનાં 9 સ્થળો પર ઝાડ પડ્યાં હતાં. વિતેલા 24 કલાકમાં 36 એમએમ વરસાદ વરસ્યો હતો. જ્યારે વડોદરા જિલ્લાના ડભોઈ ખાતે સૌથી વધુ અઢી ઈંચ વરસાદ પડ્યો હતો. 20 કલાકથી પડી રહેલા વરસાદના કારણે શહેરના ચાર દરવાજા વિસ્તાર, વાઘોડિયા, માંજલપુર, સમા-સાવલી, હાઈટેન્શન રોડ, આજવા રોડ, ન્યુ વીઆઈપી રોડ, ડભોઈ રોડ, અલકાપુરી,ગોત્રી તથા દંતેશ્વર વિસ્તારમાં પાણી ભરાતાં રાહદારીઓને મુશ્કેલીઓ વેઠવી પડી હતી. ઉપરવાસમાં ધોધમાર વરસાદ વરસતાં વિશ્વામિત્રીમાં નવાં નીર આવતાં બંને કાંઠે વહેતી થઈ હતી, વિશ્વામિત્રી નદીની સપાટી મોસમમાં પ્રથમવાર 11 ફૂટ નોંધાઈ હતી.

વડોદરા | 28 mm પાદરા | 40 mm શિનોર |12 mm ડભોઈ | 55 mm વાઘોડિયા | 26 mm ડેસર | 8 mm

ડ્રેનેજનું પાણી બેક થતાં પાણી ભરાયા
૨૪ કલાકમાં માત્ર દોઢ ઇંચ વરસાદ પડયો હોવા છતાં જુદા જુદા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ ઊભી થઇ હતી. પાલિકાની પ્રીમોન્સૂન કામગીરીના ની પોલ ઉઘાડી પડી હતી. ન્યુ વીઆઈપી રોડ, તરસાલી રોડ, આજવા રોડ, આર્યુવેદીક ત્રણ રસ્તા, વાસણા-ભાયલી, ચાર દરવાજા, વાડી સહિતના વિસ્તારોના રસ્તા પર પાણીની રેલમછેલ જોવા મળી હતી .પુરગ્રસ્ત વિસ્તારોમાં હાઇવેનું પાણી તેમજ ડ્રેનેજના પાણી બેક મારતા નિર્માણ થયું હોવાનું ખૂલવા પામ્યું છે.

ઢાઢરમાં પાણી વધતાં વાઘોડિયા-અમરેશ્વર રોડ બંધ
ડિઝાસ્ટર ડિપાર્ટમેન્ટને 12 જુલાઈના રોજ બપોરે 12 વાગે મેસેજ મળ્યા મુજબ, ઢાઢર નદીમાં પાણીની સપાટીમાં 26.90 મીટર વધારો થતાં નીચાણવાળાં ગામો જેવાં કે ગોવિંદપુરા, બંબોઈ, અમરેશ્વર, કબીરપુરા, લુણાદ્રા ગામોનાં લોકોને એલર્ટ કરવામાં આવ્યાં હતાં. જ્યારે વાઘોડિયા-અમરેશ્વર રોડ પર પાણી ફરી વળતાં ઉપરોક્ત ગામોનો સંપર્ક પણ કપાઈ ગયો હતો.

ટ્રેન વ્યવહાર ખોરવાતા વડોદરા સ્ટેશન પર મુસાફરોના ધામા: ટ્રેન શિડ્યુલ ડિસ્ટર્બ
વડોદરા | શહેરમાં બુધવારે ગરીબ રથ ટ્રેનને પગલે થયેલા હોબાળા બાદ આજે ટ્રેન વ્યવહાર ધીમી ગતિએ થાળે પડતાં મુસાફરોમાં ચિંતાનું મોજું ઓસર્યું હતું. રેલવે દ્વારા ગુરુવારે માત્ર એક ટ્રેન રદ કરવામાં આવી હતી . મંગળવારે થયેલા રિશિડ્યુલને પગલે ટ્રેનનો રેક નિયત સ્ટેશનથી મોડો આવતાં ગુરુવારે ટ્રેન પરત ફરવા માટે મોડી થઇ હોવાનું રેલવે સત્તાધીશોએ જણાવ્યું હતું.

મુંબઇમાં થયેલા ભારે વરસાદને પગલે વસઇ રોડથી નાલાસોપારા વચ્ચે ટ્રેક પર પાણી ફરી વળતાં અંદાજે 190 ટ્રેનને અસર થઇ હતી. જોકે પશ્ચિમ રેલવે દ્વારા ગણતરીના કલાકોમાં રેલવ્યવહાર પૂર્વવત્ કરવા પ્રયાસ થયો હતો. મુસાફરોને ઓછી અગવડ પડે તેવી વ્યવસ્થા ગોઠવી ટ્રેન રિશિડ્યુલ કરવામાં આવી હતી . શનિવારે કોઇ ટ્રેન રદ કરવામાં અાવી નથી.

ડેમ, નદી, સરોવર , જળાશયની સપાટી
નર્મદા ડેમ | 109.80 મીટર આજવા |205.80 ફૂટ વિશ્વામિત્રી નદી | 10 ફૂટ ઢાઢર નદી | 27.80 મીટર

મહિસાગર| 18.80 મીટર દેવ ડેમ | 83.60 મીટર

ક્યાં પાણી ભરાયા
ચાર દરવાજા વિસ્તાર

લહેરીપુરા દરવાજા

પાણીગેટ દરવાજા

ગેડીગેટ દરવાજા

ચાંપાનેર દરવાજા

ફતેપુરા આજવા રોડ

વાઘોડિયા રોડ માંજલપુર

સમા-સાવલી

હાઈટેન્શન રોડ

ન્યુ વીઆઈપી રોડ

ડભોઈ રોડ અલકાપુરી

વાસણા ભાયલી રોડ

ક્યાં ઝાડ પડ્યાં
કાશીવિશ્વનાથ, લાલબાગ

અટલાદરા સ્વામીનારાયણ મંદિર પાસે

નવાપુરા પોલીસ સ્ટેશન પશાભાઇ પાર્ક પાસે

નવાયાર્ડ

મકરપુરા ગામ

પંચવટી ગોરવા

માંજલપુર, સુબોધનગર

કારેલીબાગ સ્મશાન પાસે

ગોત્રી ટીબી હોસ્પિટલ પાસે

ગાજરાવાડી પટેલ એસ્ટેટ

અન્ય સમાચારો પણ છે...