• Gujarati News
  • National
  • SAGની મધ્ય ઝોનની ટીમોની ખો ખો સ્પર્ધા યોજાઇ

SAGની મધ્ય ઝોનની ટીમોની ખો-ખો સ્પર્ધા યોજાઇ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા ગુજરાત કોલેજ સ્પોર્ટ્સ લીગનું આયોજન સિનિયર કોચ જયેશ ભણાવાલા દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતની મધ્ય ઝોનની ટીમોની ખો-ખો રમતની સ્પર્ધા તા.23 અને 24 જૂનના રોજ વાઘોડિયા રમત સંકુલ ખાતે યોજવામાં આવી હતી. જેમાં ગુજરાતના મધ્યઝોનની વિવિધ સિટીની ટીમોએ ભાગ લીધો હતો. જેમાં પ્રથમ ક્રમાંક આણંદની એન.એસ.પટેલ આર્ટસ કોલેજ અને બીજો ક્રમાંક આણંદની વી.જે પટેલ કોલેજ ઓફ ફિઝિકલ એજ્યુકેશનએ પ્રાપ્ત કર્યો હતો. આ રમતમાં વિજેતા થયેલા તમામ ખેલાડીઓને મેડલ અને ટ્રોફી મળ્યા હતા. જેમને સિનીયર કોચ જયેશ ભાલાવાલાએ અભિનંદન આપ્યા હતા.

Kho-Kho Competition

અન્ય સમાચારો પણ છે...