તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • આ મહેફિલ નથી, સંસદ છે મુદ્દાને ધ્યાનમાં રાખી વાત કરો : અધ્યક્ષ

આ મહેફિલ નથી, સંસદ છે મુદ્દાને ધ્યાનમાં રાખી વાત કરો : અધ્યક્ષ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોક પાર્લામેન્ટમાં વિદ્યાર્થીઓએ આબેહૂબ પાર્લામેન્ટનો માહોલ રચ્યો હતો.

સિટી રિપોર્ટર | વડોદરા

ICAIમાં સીએનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ મોક પાર્લામેન્ટનું આયોજન કર્યું હતું. જેમાં નાટક દ્વારા દેશની પરિસ્થિતીને ધ્યાનમાં રાખી મુદ્દાઓ પર ચર્ચા થઇ હતી. એગ્રીકલ્ચર ટેક્સ, રેલ્વે ડિસઇન્વેસ્ટમેન્ટ અને બેકિંગ સેક્ટરના માળખાકીય સુધારા બાબતે ચર્ચા કરવા સી.એના વિદ્યાર્થીઓ શાસક અને વિપક્ષની ભૂમિકામાં રહ્યા હતા. સંસદની જેમ ચર્ચા કરી હતી. સીએ જો રાજકારણમાં પ્રવેશ લઇ દેશના વિકાસની જવાબદારી નિભાવવા નેતૃત્વ કરે તો સંસદમાં કેવી રીતે પ્રસ્તાવો મુકી ચર્ચા કરે તેને નાટક દ્વારા દર્શાવ્યુ હતું. પંડિત દીનદયાલ નગરગૃહ ખાતે CA સ્ટુડન્ટ કોન્ફરન્સનું યોજાઇ છે જેમાં મોક પાર્લામેન્ટમાં બે પક્ષો વચ્ચેની ડીબેટમાં અધ્યક્ષે કહ્યુ હતું કે, આ મહેફીલ નથી, સંસદ છે. મુદ્દાને ધ્યાનમાં રાખી વાત કરો. વિદ્યાર્થીઓએ સંસદમાં નેતાઓ દ્વારા કરવામાં આવતા હોબાળાનો માહોલ રચ્યો હતો, પક્ષના સપોર્ટમાં તો વિરોધમાં જે રીતે સંસદ ચાલે છે તેવી બૂમાબૂમ કરી હતી. કોઇ પ્રસ્તાવ પર રોડા પણ નંખાયા હતા.

અન્ય સમાચારો પણ છે...