તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • વડોદરાના નામાંકિત ડેવલપર્સ બિલ્ડર્સ ગ્રૂપનાં મંતવ્યો જાણવા માટે ભાસ્કર હાઉસમાં ટોક શો યોજાયો

વડોદરાના નામાંકિત ડેવલપર્સ-બિલ્ડર્સ ગ્રૂપનાં મંતવ્યો જાણવા માટે ભાસ્કર હાઉસમાં ટોક શો યોજાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બાંધકામ પરવાનગી ઓનલાઇન કરવાનુ પગલુ સારુ છે પણ છ મહિનાથી સદંતર પ્રક્રિયા બંધ છે ત્યારે તેની અસર ડેવલપમેન્ટને પડી છે. બાંધકામ પરવાનગી બંધ રહેતા સરકારને પણ લાખોની રેવન્યુ ગુમાવવાનો વારો આવ્યો છે ત્યારે તે વહેલી તકે શરૂ થાય તે જરૂરી છે.

07 | ડેવલપર્સના પ્રોજેકટ પેન્ડિંગ થઇ ગયા છે

દીપ પટેલ, દર્શનમ ગ્રૂપ

ઓનલાઇન પરવાનગી ઘોંચમાં પડી છે અને દરેક ડેવલપર્સના એવરેજ ત્રણ પ્રોજેકટ પેન્ડીંગ થઇ ગયા છે.વડોદરાના ભાવિ આયોજન પર ભાર મૂકવો જરૂરી છે અને તે મુજબ પાણી ડ્રેનેજના જોડાણોના આયોજન ઘડવા અને એરપોલ્યુશન ઝોન પણ દુર થવો જરૂરી છે.

1
ઓનલાઇન પરમિશન શરૂ કરો, ગ્રામીણમાં એર પોલ્યુશન ઝોનની અસર 1500 હેકટર જમીનના વિકાસ પર પડી છે
એર-પોલ્યુશન ઝોન દૂર કરો તો વિકાસ થશે
વડોદરા. બુલેટ ટ્રેન,ડેડીકેટેડ ફ્રેઇટ રેલવે કોરિડોર,સ્માર્ટ સિટી એ વડોદરાનું ભવિષ્ય છે ત્યારે વડોદરાનો રિઅલ એસ્ટેટ બિઝનેસ સોનેરી ક્ષિતિજો પાર કરશે તેવી આશા ઉભી થઇ છે. અલબત્ત, ડેલવપર્સને ઓનલાઇન બાંધકામ પરવાનગીમાં વિલંબ સતાવી રહ્યો છે તો રાજયના મુખ્ય મહાનગરોમાં એકમાત્ર વડોદરામાં છેલ્લા ત્રણ દાયકાથી એરપોલ્યુશન ઝોન દુર થાય તેની રાહ રિઅલ એસ્ટેટ સેકટર કાગડોળે જોઇ રહ્યુ છે. ખાસ કરીને શહેરની આસપાસના ગ્રામિણ વિસ્તારમાં એર પોલ્યુશન ઝોનના પરિણામે બાંધકામ ઓછુ મળી રહ્યુ છે અને તેની અસર 1500 હેકટર જમીનના વિકાસ પર પડી છે. દિવ્યભાસ્કર દ્વારા વડોદરાના નામાંકિત ડેવલપર્સ-બિલ્ડર્સ ગ્રૂપના મંતવ્યો જાણવા માટે ભાસ્કર હાઉસમાં ટોક શોનું આયોજન કરવામાં આવ્યું હતું.

02 | એર-પોલ્યુશન ઝોન દૂર કરવાની તાતી જરૂરિયાત

જિગ્નેશ તુરકિયા, અમર ગ્રૂપ

શહેરની કેટલીયે ટીપી સ્કીમો હજુ ફાઇનલ થઇ નથી અને તેના કારણે જે તે વિસ્તારમાં માળખાકિય સુવિધા આવી શકી નથી. ટીપી સ્કીમો લોકસુખાકારી માટે હોય છે. તેવી જ રીતે,એર પોલ્યુશન ઝોન પણ દુર કરવાની એટલી જ તાતી જરૂરિયાત છે.

08 | પાલિકા અને વુડા વચ્ચે સંકલનનો અભાવ

કિશોર પ્રજાપતિ, અમર ગ્રૂપ

પાલિકા અને વુડા વચ્ચે સંકલનનો અભાવ છે. એટલું જ નહીં, ટીપી સ્કીમો સમયસર ફાઇનલ કરવામાં આવી નથી અને તેના કારણે ડેવલપમેન્ટ પર મોટી અસર પડી છે. જોકે, બુલેટ ટ્રેન સહિતના વિકાલસક્ષી પ્રોજેકટથી વડોદારને ચોક્કસ ફાયદો થશે તેવુ લાગે છે.

8
2
9
03 | એર-પોલ્યુશન ઝોન કાઢો,બાંધકામ ઓછું મળે છે

ચિરાગ પંડયા, ગોકુલધામ

શહેરના છેવાડાને અડીને આવેલા ગ્રામ્ય વિસ્તારોમાથી એર પોલ્યુશન ઝોન નીકળી જાય તે ખુબ જ જરૂરી છે. આ ઝોનના કારણે અન્ય વિસ્તારો કરતાં બાંધકામ ઓછુ મળે છે અને તેના પરિણામે બાંધકામનો ખર્ચ મોંઘો પડી રહ્યાે છે.

3
09 |બિલ્ડરને પોતાના ખર્ચે પાણી આપવંુ પડે છે

અંકિત ઠક્કર, કાન્હા ગ્રૂપ

પાણી, ડ્રેનેજ સહિતની પાયાની સુવિધા પાલિકા અને વુડા સંકલનમાં રહીને આપે તો નાગરિકોને સવલતો મળી શકે છે. એક એક પ્રોજેક્ટમાં પાણી માટે રોજની 10 ટેન્કરો મોકલવી પડે છે અને તેનો ખર્ચ ડેવલપર ભોગવે છે

04 | રેરામાં ટેમ્પરરી નંબર આપવો જોઇએ

પાર્થ ગણાત્રા, કર્મા ગ્રૂપ

ઘણી વખત અઢી મહિના સુધી નંબર મળતો નથી અને રેરામાં નોંધણી વખત ડેવલપર પ્રોજેકટ શરૂ કરવાનુ તો બાજુ પર પણ તેની જાહેરાત શુદ્ધા કરી શકતો નથી. જમીનના એન એ થી માંડીને બાંધકામ પરવાનગીમાં સમય જતો હોય છે

4
10
10 |એર-પોલ્યુશન ઝોન દૂર કરવા સીએમને રજૂઆત કરી

વિક્રમ ગુપ્તા,ક્રેડાઇ ચેરમેન

વુડાની હદમાં આવેલા વિસ્તારોમાં એર પોલ્યુશન ઝોન દુર કરવા માટે બે વખત મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે અને મુખ્યમંત્રીએ તેનુ નિરાકરણ લાવવાની બાંયેધરી આપી છે.રાજયના મહાનગરોમાં આ પ્રકારનો ઝોન એકમાત્ર વડોદરામાં છે.

5
11
05 | સરકારને આવકમાં મોટંુ નુકસાન થઇ રહ્યું છે

સચીન પટેલ, શેરવુડ

નવા જીડીસીઆર બાદ છ મહિનાથી બાંધકામ પરવાનગી ઓેનલાઇનથી આપવાનુ બંધ છે. ઓનલાઇન પરવાનગી આપવા પાછળનો ઉદેશ પ્રમાણિક અને પારદર્શિતાનો છે પરંતુ પરમીશન ન મળતાં ડેવલપમેન્ટ અટકયુ છે અને સરકારને આવકમાં પણ મોટુ નુકશાન છે.

6
11 | બાંધકામ ઓછંુ મળે તો જવાનું કયાં ω

જતીન અમીન, ક્રેડાઇ પ્રેસિડન્ટ

વડોદરાની આસપાસના સેવાસી, કોયલી, દુમાડ,વેમાલી,ઉંડેરા સહિતના છેવાડાના ગામોમાં એરપોલ્યુશન ઝોન છે. આવા ઝોનના કારણે નવ મીટરના રોડ છોડવા પડે છે. આ ઝોન 1987થી છે અને તેમાંયે 10 ટકા જગા કોમન પ્લોટ માટે છોડવાની છે તો જવાનું કયા ω

@ ભાસ્કર હાઉસ
06 | પરવાનગીની સિસ્ટમ ગૂંચવાડાભરી કરી છે

પ્રતિક શાહ, રામા ગ્રૂપ

બાંધકામ પરવાનગી,રેરા રજિસ્ટ્રેશન સહિતની બાંધકામ ઉદ્યોગ માટેની સિસ્ટમ ગૂંચવાડાભરી કરી છે અને તેમાં સરળીકરણની સુવિધા આપવાની ખુબ જ જરૂર છે. બાંધકામ પરવાનગી ઓનલાઇન આપવાનું છ મહિનાથી બંધ છે .

12
12 | ગુજરાતમાં રહેવા માટે વડોદરા શ્રેષ્ઠ સ્થળ છે

સુમિત અગ્રવાલ, દર્શનમ ગ્રૂપ

ટીપી સ્કીમ ઘણી ડ્રાફટ લેવલે જ છે અને દસ વર્ષે પણ ઘણી ટીપી ફાઇનલ થઇ નથી. એમેનીટીઝ ફી ડબલ લેવાય છે. રજાચિઠ્ઠી પછી જ જમીનોના સોદા થાય તેવી સ્થિતિ ઉભી થઇ છે.ઓનલાઇન પરવાનગી બંધ છે .જોકે, વડોદરાએ ગુજરાતમાં રહેવા માટે શ્રેષ્ઠ છે.

7
અન્ય સમાચારો પણ છે...