તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • એડમિશન પ્રક્રિયામાં વિદ્યાર્થીઓનો સમય એટલો જ જાય છે, હા જમણવાર બદલાયો છે

એડમિશન પ્રક્રિયામાં વિદ્યાર્થીઓનો સમય એટલો જ જાય છે, હા જમણવાર બદલાયો છે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
JITના સ્ટુડન્ટ્સ પ્રણવી પટેલ, સ્નેહા પરીખ, પ્રિયંકા મકવાણા, હેમા રાણા દ્વારા સ્પોર્ટસ માટે ડેડીકેટેડ વેબ એપ્લિકેશન બનાવવામાં આવી છે. જેમાં એક જ પ્લેટફોર્મ દ્વારા સ્પોર્ટ્સની બેચ અને ગેમ ઇન્કવાયરી માટે અનુકુ‌ળ ડિઝાઇન કરવામાં આવી હતી. ક્રિકેટ કલ્બ, ટેનીસ ક્લબ એપ્લિકેશન મોડ્યુલને ધ્યાનમાં રાખીને પ્રોજેકટ તૈયાર કરવામાં આવ્યો છે. સ્પોર્ટ્સની એક્ટીવીટી માટે કોમ્યુનિકેશન સરળ અને વ્યાજબી બનાવવા માટે એપ્લિકેશન મહત્વની ભુમિકા ભજવી શકે તેમ છે

યુનિવર્સિટીમાં એડમિશન પ્રક્રિયા દરમિયાન હાજર સ્ટાફ માટે પેક લંચની જગ્યાએ બુફે રાખ‌વામાં આવ્યું હતું. જેને યુનિવર્સિટીના ડેવલપમેન્ટની વ્યાખ્યામાં રાખી શકાય કે નહિ તે અંગે ચર્ચા રહી હતી. તો દલાલ શબ્દથી ઉભી થયેલી ઉત્સુકતાને કારણે શબ્દ પાછળનું સાચુ કારણ જાણવા પડાપડી થઇ રહી છે.

મેડિકલ ક્વિઝ ચેમ્પિયન
રોડા મેડિકલ કોલેજમાં ભણતા મિત શાહ, દેવ પંચોલી, અભિનવ ઓઝા, મોહંમ્મદ કાસીફ, આદિત્ય દેવેશ્વર, હર્ષરાજ વાધેલા, આકાશ શેઠી, અને મારીયા શમાશીને મુંબઇની મેડિકલ કોલેજ દ્વારા યોજવામાં અાવેલ ક્વિઝ કોમ્પિટિશનનો પ્રથમ રાઉન્ડ ક્લિયર કરવામાં સફળતા મળી હતી. શેઠ જી.એસ મેડિકલ કોલેજ કોલેજ મુંબઇ દ્વારા ઓલ ઇન્ડિયા લેવલ પર ક્વિઝ કોમ્પિટિશન યોજવામાં આવી હતી. જેમાં વડોદરામાંથી 8 સ્ટુડન્ટ્સ આસાનીથી પહેલો રાઉન્ડ ક્રેક કરીને નેક્સ્ટ સ્ટેજમાં પહોંચ્યા હતા.

ડેવલપમેન્ટની એક વ્યાખ્યા આ પણ આપી શકાય
નિ.માં એડમિશન પ્રક્રિયામાં ભાગ લેનાર શિક્ષકો સહિત સ્ટાફ માટે ગત વર્ષ સુધી પેક લંચ અપાતા હતા. આ વર્ષે 10થી વધુ ફુડ આઇટમ વાળું બુફે મુકવામાં આવ્યું છે. જેનો લાભ એડમિશનની પ્રક્રિયામાં હાજર તમામ લે છે. જોકે સ્ટુડન્ટ્સ માટે એડમિશન પ્રક્રિયામાં ગત વર્ષ જેટલો જ સમય જઇ રહ્યો છે. શું આની ડેવલપમેન્ટની વ્યાખ્યામાં ગણતરી કરી શકાયω તે અંગે શિક્ષણવિદોમાં અલગ-અલગ મત છે. સુપથી ડેઝર્ટની વ્યવસ્થા થતાં પ્રક્રિયામાં ભાગ ન લેનાર પણ ફાવી ગયા છે.

સ્પોર્ટ્સ વેબ એપ્લિકેશન ફોર સ્પોર્ટ્સ લવર્સ
કેમ્પસ કોર્નરમાં થતી અેક્ટિવિટી ને જણાવો...
અાપના કેમ્પસમાં થતી અેજ્યુકેશનલ, યુથ, વુમન અેમ્પાવરમેન્ટ, ટેક્નોલોજીકલ, ઈનોવેટિવ પ્રકારની અેક્ટીવિટીઝને ફોટોગ્રાફ અને વિગતો સાથે cbvadodara@gmail.com પર ઈમેલ કરો. અથવા (0265)3983843 નંબર પર જણાવો.

સાંસ્કૃતિક સંઘની કોમ્પિટિશનમાં MSUનાં વિદ્યાર્થી જીત્યાં
ખિલ ભારતીય સાંસ્કૃતિક સંઘ દ્વારા પુના ખાતે આયોજિત ડાન્સ કોમ્પિટિશનમાં MSUના ખુશ્બુ સોલંકી, નિલમ આહિરવાલ, ધ્વનિ ધુમલ દ્વારા અલગ-અલગ કેટેગરીમાં એવોર્ડ વિનિંગ પર્ફોર્મન્સ આપવામાં આવ્યું હતું. પરફોર્મન્સ માટે સ્ટુડન્ટ્સને દિવ્યા પટેલ અને અવસ્થિ નાયરે મદદ કરી હતી. સ્ટુડન્ટ્સે ચેરમેન એવોર્ડ પણ મેળવ્યો હતો. 21મેથી 1 જૂન સુધી સ્પર્ધાનું આયોજન થયું હતું.

દલાલ શબ્દથી શું સમજવું?
મીન આપવા મામલે કમિશ્નર સાથેની મિટીંગ બાદ યુનિવર્સિટીના સિન્ડીકેટ મેમ્બર્સે દલાલ શબ્દ ટાંકીને ચોક્કસ વ્યક્તિ પર વાર કર્યો હતો. જેથી આસપાસ ઉભેલા લોકોમાં કુતુહલ સર્જાયું હતું કે, બંન્ને તરફે એક જ શબ્દનો ઉપયોગ કરીને કોની પર નિશાન તકાઇ રહ્યું છે. બંન્ને પક્ષ યુનિ.ની જમીન ન અપાય તેને જ માને છે. જમીન મામલે આગળ શું થશે તે સમય જ કહેશે. પરંતુ હાલ ખરા દલાલની શોધમાં આકાશ-પાતાળ એક થઇ રહ્યા છે. જો કે ગત વર્ષે જમીન મામલે જ સિન્ડિકેટે કોર્પોરેશનના બુલડોઝર સામે દિવાલ બનીને ઉભી રહેશે તેમ કહ્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...