તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ઉત્તમ નાગરિક, પ્રબળ નેતા બને તે માટે વિદ્યાર્થીઓની ચૂંટણી યોજી

ઉત્તમ નાગરિક, પ્રબળ નેતા બને તે માટે વિદ્યાર્થીઓની ચૂંટણી યોજી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરના હરણી રોડ ખાતે આવેલી બ્રાઇટ સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓની ચૂંટણી યોજવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થીઓએ સ્કૂલના પોતાના પ્રતિનિધીઓને ચૂંટી પોતાની પ્રગતીન દોરીસંચાર મિત્ર વિદ્યાર્થીને સોંપ્યો હતો. નોંધનિય છે કે, વિદ્યાર્થીઓની ચૂંટણી યોજવાની પ્રથા હવે શાળા કક્ષાએ ઓછી થઇ ગઇ છે. ત્યારે વર્ષોથી ચાલતી બ્રાઇટ સ્કૂલની આ પ્રથાને પહેલાંની જેમ જ ચાલુ રાખવામાં આવી છે. ત્યારે વિદ્યાર્થીઓ પણ આ પરંપરાને આગળ ધપાવવામાં ઉત્સુકતાથી ભાગ લે છે. જેમ દેશમાં વિવિધ રીતે ગુપ્ત મતદાન થી વોટીંગ કરવામાં આવે છે તે જ રીતે આ સ્કૂલમાં વોટિંગ કરાવવામાં આવ્યું હતું. જ્યારે તે પહેલાં વિદ્યાર્થીઓને પ્રચાર કરવાનો મોકો પણ સ્કૂલ દ્વારા આપવામાં આવ્યો હતો. સ્પર્ધા અંગે સ્કૂલના સંચાલકોએ જણાવ્યુ હતું કે, વિદ્યાર્થીઓમાં સારા લિડર બનવાના તથા સારા નાગરિક બનવાના પ્રયાસના ભાગરૂપે ચૂંટણી પ્રક્રિયાને આબેહુબ ઓપ આપવામાં આવે છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓને ગુપ્ત મતદાન અને અન્ય તમામ પ્રક્રીયાઓમાંથી પસાર કરવામાં આવે છે. આ જ વિદ્યાર્થીઓ ભારતનું ભવિષ્ય અને જાગૃત નાગરિક બની શકે તે માટે વિદ્યાર્થીઓને આ પ્રક્રિયામાંથી પસાર કરવામાં આવે છે. જેને વિદ્યાર્થીઓ અનુસરે છે.

Student’s Election

સ્કૂલમાં ગુપ્ત મતદાન કરી રહેલાં વિદ્યાર્થીઓ.

પ્રચાર સહિત ગુપ્ત મતદાનની

પ્રક્રિયા કરી ચૂંટણી દ્વારા

વિદ્યાર્થીઓમાં નાગરિકત્વ

પૂરવાનો પ્રયાસ થયો
અન્ય સમાચારો પણ છે...