તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ગુણવંત શાહ ‘વિચારોના વૃંદાવનમાં’ વિશે વાત કરશે

ગુણવંત શાહ ‘વિચારોના વૃંદાવનમાં’ વિશે વાત કરશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સમયાંતરે ભાસ્કર જૂથ દ્વારા તેમના વાચકો માટે વિવિધ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. જેનો આશય વાચકોને વિવિધ ક્ષેત્રો સાથે જોડવાનો અને તે જ ક્ષેત્રોની માહિતીથી અવગત કરવાનો હોય છે. ત્યારે દિવ્ય ભાસ્કર દ્વારા ભાસ્કર સંવાદ ટોક શોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વડોદરાના પદ્મશ્રી ગુણંવત શાહ ઉપસ્થિત લોકો સાથે સંવાદ કરશે. ગુણવંત શાહ પોતાની જાણીતી કોલમ વિચારોના વૃંદાવન અંતર્ગત જ પોતાનું વક્તવ્ય આપશે. ઉપરાંત વિચારોના વૃંદાવન અંગે ટોકશો સેશનનું આયોજન પણ થશે. આ આયોજન 30 જૂનના રોજ સાંજે 6 કલાકે વાણિજ્ય ભવન ઓડિટોરિયમ ખાતે કરવામાં આ‌વ્યું છે. જેમાં ભાગ લેવા ઇચ્છતા તમામ લોકો જોડાઇ શકે છે. આ કાર્યક્રમનો ભાગ બનવા માટે તમામ લોકો દિવ્ય ભાસ્કરની ઓફિસ, A-49, આર્યન એવન્યુ, અમિત નગર સર્કલ ખાતેથી પોતાના પાસ પ્રાપ્ત કરી શકે છે.

City Talk

અન્ય સમાચારો પણ છે...