તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • વર્ષ 2000માં કોલેજના એક વર્ગમાં 100 િવદ્યાર્થીઓ પૈકી એક જ છોકરી હતી, 2018માં 36 : ધો.10 પછી છોકરીઓ ભણતી નથી

વર્ષ 2000માં કોલેજના એક વર્ગમાં 100 િવદ્યાર્થીઓ પૈકી એક જ છોકરી હતી, 2018માં 36 : ધો.10 પછી છોકરીઓ ભણતી નથી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વર્ષ 2000માં સરેરાશ 100 વિદ્યાર્થીના કોલેજના એક વર્ગમાં એક જ વિદ્યાર્થીની હતી. જ્યારે વર્ષ 2018માં તે સંખ્યા 36ની છે. એક શિક્ષીત છોકરી સમગ્ર ઘરને શિક્ષીત કરતી હોય છે. દેશના મોટાભાગના રાજ્યોમાં વિદ્યાર્થીનિઓ ધો.10-12 પછી ભણવાનું છોડી દેતી હોય છે તેની પાછળ સામાજિક અને આર્થિક સમસ્યા જવાબદાર હોય છે. ગરીબ પરિવારની છોકરીઓ ખરેખર હોનહાર હોય છે પરંતુ તેઓને કોઇ માર્ગદર્શન આપે અથવા આર્થિક મદદ કરી શકે તેવા લોકો સમાજમાં ગણ્યાગાંઠ્યા છે. વિવિધ એનજીઓ પ્રાથમિક શિક્ષણ માટે કાર્યરત છે પરંતુ હાયર એજ્યુકેશન અને કોલેજની સ્કોલરશિપ માટે મદદરૂપ થાય તેવી સંસ્થાઓ ઓછી છે. સેમ્પલ રજિસ્ટ્રેશન સિસ્ટમ બેઝલાઇન સર્વે 2014 અનુસાર 73.4 ટકા છોકરીઓ શાળાકીય અભ્યાસ કરે છે. 21 મેજર સ્ટેટમાં ગુજરાતનો ક્રમ 20 નંબર પર હતો. સર્વે અનુસાર ગુજરાતમાં 26.6 ટકા વિદ્યાર્થીનિઓ 15-17 વર્ષની ઉંમરે શાળાકીય અભ્યાસ છોડી દેતી હોય છે. આમ, મીડલ અને અત્યંત ગરીબ સામાજિક અને આર્થિક પરિસ્થિતિ ધરાવતી વિદ્યાર્થીની ક્યારેય શાળા અને કોલેજમાં જઇ શકતી નથી. તેમ ઉડયન શાલિની ફેલોશીપ લોન્ચિંગના પ્રસંગે ડૉ. કિરણ મોદીએ ભારત અને ગુજરાત રાજ્યમાં છોકરીઓના અભ્યાસ અંગે જણાવ્યું હતું.

કિરણ મોદી

ઉત્તરાખંડની ખેડૂતપુત્રી કેમ્બ્રિજ યુનિ.માં ભણી
ઉત્તરાખંડની ખેડૂત પુત્રી દર્શના સ્કોલરશિપની મદદથી હાલ કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં પીએચ.ડી કરી રહી છે. ઉપરાંત દિલ્હીની અત્યંત ગરીબ પરિવારની દીકરી સ્મિતા હાલ આઇ.આઇ.એમ ઇન્દોરથી એમબીએ કરી રહી છે. ઉપરાંત અન્ય વિદ્યાર્થીનિઓ દેશની ટોપ કંપનીઓમાં કાર્ય કરે છે. તમામ વિદ્યાર્થિનીઓ ડૉક્ટર, વકીલ, અને સેવાકિય અન્ય ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ કામગીરી બજાવી રહી છે.

ઉડયનના વડોદરા ચેપ્ટરના ઓપનિગમાં વિદ્યાર્થિનીઓ મોટી સંખ્યામાં હાજર રહી.

ગુજરાતનું પહેલું વડોદરા ચેપ્ટર ખૂલ્યું
12 રાજ્યોમાં કાર્યરત ઉડયન કેરની શરૂઆત 25 વર્ષ પહેલા ડૉ.કિરણ મોદીએ કરી હતી. જેમાં બાળસુરક્ષા, હાયર એજ્યુકેશન અને સ્કીલ ડેવલપમેન્ટની એક્ટીવીટી થાય છે. ઉડયન શાલિની ફેલોશિપ ધો.10માં 60 ટકા કે વધુ માર્કસ લાવનાર વિદ્યાર્થીનીને અપાય છે. જેનું ગુજરાતનું પ્રથમ વડોદરા ચેપ્ટર ઓપન થયુ હતું.

ગરીબ પરીવારની દીકરી હોનહાર હોય છે પરંતુ મદદ વિહોણી : કિરણ મોદી
અત્યાર સુધીમાં 3000 કરતાં વધુ વિદ્યાર્થીનિઓને સ્કોલરશિપ આપી
ઉડયન શાલિની ફેલોશિપમાં અંતર્ગત છેલ્લા 24 વર્ષોમાં દેશના વિવિધ સ્થળોની 3 હજાર કરતા વધુ વિદ્યાર્થીનિઓને સ્કોલરશિપ આપી ચુક્યા છે. સંસ્થાના વોલિનીટીયર્સ દ્વારા પ્રથમ સ્કોલરશિપ માટે અરજી કરનાર વિદ્યાર્થીનીનું ઇન્ટર્વ્યૂ કરવામાં આવે છે. ત્યારબાદ પરિવારની મુલાકાત લેવામાં આવે છે. જે પરિવારની વાર્ષિક આવક 1,80,000 કરતા ઓછી હોય તેવા પરિવારની વિદ્યાર્થીનિઓને જ સ્કોલરશિપ આપવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...