તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ગામડાંઓ સુધી સ્ટાર્ટઅપ પહોંચાડવા સરપંચો જોડાશે

ગામડાંઓ સુધી સ્ટાર્ટઅપ પહોંચાડવા સરપંચો જોડાશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિશ્વની સૌથી લાંબી સ્ટાર્ટઅપ સમિટ તારીખ 1થી 10 જુલાઈ દરમિયાન MSU કેમ્પસના પં.દિનદયાલ ઉપાધ્યાય ઓડીટોરિયમ ખાતે યોજાશે. MSU, ઇન્સ્ટિટ્યૂટ ઓફ લિડરશીપ એન્ડ ગવર્નન્સ અને સ્ટાર્ટઅપ વડોદરાના સંયુક્ત ઉપક્રમે યોજાનાર સમિટમાં 236થી વધુ સ્ટાર્ટઅપ ભાગ લેશે. સ્ટાર્ટઅપને ફન્ડિંગ આપે તેવા ઇન્વેસ્ટર્સ પણ સમિટમાં આવશે. બેસ્ટ સ્ટાર્ટઅપને સયાજી ઇનોવેશન એવોર્ડ અપાશે. જ્યારે વડોદરા સીએસઆર સમિટ એન્ડ એવોર્ડ્સ, ગુજરાત આંત્રપ્રોન્યોર એવોર્ડ અપાશે. ઈન્ડિયા તિબેટ સ્ટાર્ટઅપ ડાયલોગ અને સ્ટાર્ટઅપ નોર્થ ઇસ્ટ ડાયલોગ વિષયે પિચિંગ સેશન યોજાવાનું ખુશ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું.

વિશ્વની સૌથી લાંબી સ્ટાર્ટઅપ સમિટમાં પ્રવર્તમાન 37 ક્ષેત્રોના સ્ટાર્ટઅપ ભાગ લેશે
વિશ્વની સૌથી લાંબી સ્ટાર્ટઅપ સમિટ અંગે આયોજકો દ્વારા માહિતી પુરી પાડવામાં આવી હતી.

વર્કશોપ સિરીઝમાં આવશે પ્રબુદ્ધ વક્તા
તા. ટોપિક વક્તાનું નામ

01 હાવ ટુ આઇડીએટ જીતેશ કેશવાની

02 હાવ ટુ ઇનોવેટ વિકાસ ચાવડા

03 ઈંટલેકચલ પ્રોપર્ટી સ્ટ્રેટેજી એન્ડ પ્રોટેક્શન ફોર સ્ટાર્ટઅપ યશ સૂર્યવાલા

04 હાવ ટુ મેક અ બિઝનેશ પ્લાન વેદાંગ શાહ

05 હાવ ટુ પીચ ભાવેશ કોઠારી

06 માર્કેટ એન્ડ બ્રાન્ડ આલોક દેસાઈ

ડિજિટલ માર્કેટિંગ એક્શન પ્લાન ફોર સ્ટાર્ટઅપ પ્રિંકિત પટેલ

07 હાવ ટુ બીલટ અ ટીમ દર્શન ચંદન

08 ફેસ અને સસ્ટેન ચેલેન્જ જતીન કટારીયા

રોજ 10 કલાક સ્ટાર્ટઅપ પાછળ ફળવાશે
સમય કાર્યક્રમ

સવારે 9:00 થી 9:30 રજિસ્ટ્રેશન

સવારે 9:30 થી 10:30 પોલિસી ઓરીએન્ટેશન

સવારે 10:30 થી 4:00 પિચિંગ

બપોરે 4:00 થી 5:00 પેનલ ડિસ્કશન

બપોરે 5:00 થી 6:00 વર્કશોપ

સાંજે 6:00 થી 7:00 લર્નિંગ ફ્રોમ બુક

સરપંચ મીટમાં 50 સરપંચ જોડાશે
સ્માર્ટ સરપંચ સમિટમાં પૂર્વ સરપંચ હિમાંશુ પટેલ દરેક સરપંચને સ્માર્ટ બનવાનું માર્ગદર્શન અાપશે. જેમાં 50 જેટલાં સરપંચ જોડાશે.

37થી વધુ પ્રકારના સ્ટાર્ટઅપ્સ ભાગ લેશે
એજ્યુકેશન, સ્પોર્ટ્સ, કેમિકલ, ફાર્મ, નેનો ટેકનોલોજી, ઓટોમોબાઇલ, રોડ, ટ્રાન્સપોર્ટેશન, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, લોજીસ્ટિક, હેલ્થકેર, બાયોટેક, હોસ્પિટાલિટી, સોશ્યલ આંત્રપ્રોન્યોર, ફૂડ-બેવરેજીસ્, એગ્રીકલ્ચર, ઇ-કોમર્સ, એનર્જી, ટેકસટાઇલ, મેકેનિક ટૂલ, ક્લીન ટેક, એડવાન્સ ટેકનોલોજી ઇન આઈટી, બિગ ડેટા, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સી, ફાઇન-ટેક, સ્પેસ, મનોરંજન, રોબિટીક્સ, ઇલેક્ટ્રોનિક, એવિએશન, ડિફેન્સ, એન્ટરપ્રાઇઝ ટેકનોલોજી, મીડિયા, સ્માર્ટ સિટી, કોલેજ પ્રોજેકટ, પાણી અને સોલારના સ્ટાર્ટઅપ સમિટમા ભાગ લેશે.

અન્ય સમાચારો પણ છે...