તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • 100 વૃદ્ધોની હેલ્મેટ પહેરી પગપાળા રેલી

100 વૃદ્ધોની હેલ્મેટ પહેરી પગપાળા રેલી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરના સ્નેહ ફાઉન્ડેશન અને શ્રેષ્ઠજન પરીવાર ટ્રસ્ટ સાથે ટ્રાફિક બ્રાન્ચ વડોદરા સિટીના સંયુક્ત ઉપક્રમે તારીખ 29 જૂનના રોજ સવારે 8:30 વાગ્યે સિનિયર સિટીઝનો દ્વારા હેલ્મેટ અવેરનેસ રેલી યોજવામાં આવશે. જે બાબતે સ્નેહ ફાઉન્ડેશનના હિના રાવલ જણાવે છે 100થી વધુ સિનિયર સિટીઝન બા બાપુ ઉદ્યાન સમતાથી 29 તારીખના રોજ સવારે 8:30 વાગ્યે હેલ્મેટ પહેરીને શહેરના માર્ગો પર પગપાળા રેલી કાઢશે. જે બા-બાપુ ઉદ્યાનથી સમતા પોલિસ ચોકી થઈ નંદાલય હવેલીથી ફરી બા-બાપુ ઉદ્યાન પરત ફરી 3 કિલોમીટરની રેલી કાઢીને હેલ્મેટ અવેરનેસ ફેલાવશે. જે કાર્યક્રમમાં જે એન દેસાઈ એસીપી બી ડિવિઝન અને ટ્રાફિક એસીપી અમિતા વનાની પણ હાજર રહેશે. આ અનોખી રેલી વૃદ્ધો દ્વારા સેફ્ટિ વિષયને ઉજાગર કરવા માટે યોજવામાં આવનાર છે.

અન્ય સમાચારો પણ છે...