તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • મકરપુરામાં 3 ઘરના તાળા તૂટ્યા : રૂા. 3 લાખની ચોરી

મકરપુરામાં 3 ઘરના તાળા તૂટ્યા : રૂા. 3 લાખની ચોરી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરના મકરપુરા એરફોર્સ સ્ટેશન પાસે આવેલ નંદ રેસિડેન્સી એપાર્ટમેન્ટના ફ્લેટમાં રહેતી મહિલા બુધવારે સવારે વટસાવિત્રીની પૂજા કરવા ઘર બંધ કરીને બહાર ગયા બાદ અડધો કલાકના ગાળામાં જ તસ્કરોએ મકાનનું તાળું તોડી દાગીના અને રોકડ રકમ મળી 3 લાખની મતાની ચોરી કરી હતી. તસ્કરોએ આ જ એપાર્ટમેન્ટના અન્ય બે ફ્લેટનાં તાળાં પણ તોડ્યાં હતાં.

મકરપુરાglનંદ રેસિડેન્સીમાં રહેતા કનૈયાસીંગ પરમેશ્વરસીંગ અલકાપુરીની ખાનગી બેંકમાં કેશિયર તરીકે નોકરી કરે છે. બુધવારે સવારે તેઓ નોકરી પર ગયા હતા. સવારે 11.30 વાગે ફ્લેટને તાળું મારી તેમનાં પત્ની સંગીતાદેવી વટસાવિત્રી નિમિત્તે પૂજા કરવા ગયા હતા. દરમિયાન 12 વાગે તેમનો પુત્ર કોલેજથી ઘેર પરત ફરતાં ઘરના મુખ્ય દરવાજાનું તાળું તૂટેલું જોવા મળ્યું હતું. જેથી તેણે પિતાને ફોન કરી જાણ કરી હતી. તસ્કરોએ બેડરૂમમાં રહેલ તિજોરીમાંથી સોનાચાંદીના દાગીના (કિંમત 2.90 લાખ) તથા 18 હજાર રોકડા મળીને 3,08,000 રૂપિયાની મતાની ચોરી કરી હોવાનું જણાતાં પોલીસને જાણ કરાઇ હતી. તસ્કરોએ એપાર્ટમેન્ટના અન્ય બે ફ્લેટનાં પણ તાળાં તોડ્યાં હોવાનું જણાઇ આવ્યું હતું પણ આ બે ફ્લેટમાંથી તસ્કરોએ ચોરી કરી ન હતી.

ચોરો કાળા રંગની કાર લઇને આવ્યાની શંકા
એપાર્ટમેન્ટના વોચમેન નટુભાઇએ જણાવ્યું હતું કે આ ગાળામાં કોઇ કાળા રંગની કાર એપાર્ટમેન્ટમાં આવી હતી. તેણે જણાવ્યું હતું કે કાર આવી તેની તેમને ખબર ન હતી, પણ એપાર્ટમેન્ટની બહાર નિકળી ત્યારે તેણે કારને જોઇ હતી. જોકે એપાર્ટમેન્ટમાં સીસી ટીવી કેમેરા ના હોવાથી પોલીસે આસપાસનાં બિલ્ડિંગોમાં લગાવેલ કેમેરાનું ફુટેજ જોતાં એક કાળા રંગની શંકાસ્પદ કાર જતી જોવા મળી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...