• Gujarati News
  • National
  • તરસાલીની આનંદવન સોસાયટીના મકાનમાં જુગાર રમતા 9 ઝડપાયા

તરસાલીની આનંદવન સોસાયટીના મકાનમાં જુગાર રમતા 9 ઝડપાયા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરના તરસાલી વિસ્તારની આનંદવન સોસાયટીના મકાનમાં જુગાર રમી રહેલા 9 નબીરાને પીસીબી પોલીસે ઝડપી લઇ 1.89 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો, જ્યારે કરોડિયા રોડ પર સ્ટ્રીટ લાઇટના અજવાળે જુગાર રમતા 11 શખ્સ પણ પોલીસના હાથે ઝડપાઇ ગયા હતા. પોલીસે 84310 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

શહેર પીસીબીના ઇન્ચાર્જ પીઆઇ એચ.એમ.વ્યાસને બાતમી મળી હતી કે તરસાલીની આનંદવન સોસાયટીમાં રહેતો તન્મય તપન મંડલ પોતાના મકાનમાં લોકોને જુગાર રમાડે છે, જેથી પોલીસે રવિવારે મોડી રાત્રે દરોડો પાડ્યો હતો. પોલીસે મકાનમાંથી તન્મય તપન મંડલ ઉપરાંત કૃણાલ ભીખુ પટેલ, ચન્દ્રેશ ક્રિષ્ણકાંત ધામેચા, તેજસ જયેશ પટેલ, વિવેક દિલીપ પટેલ, મીત વિજય ગાંધી, નિસર્ગ અનિલ કનોઝિયા સહિત ઝડપી લીધા હતા.

અન્ય સમાચારો પણ છે...