તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • અજ્જુ સિંધી અને લાલુ અંડા વચ્ચે પૈસાની લેવડદેવડના મુદ્દે અથડામણ : નાસભાગ

અજ્જુ સિંધી અને લાલુ અંડા વચ્ચે પૈસાની લેવડદેવડના મુદ્દે અથડામણ : નાસભાગ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અજ્જુસિંધી અને લાલુ અંડાને રૂપિયાની લેવડદેવડમાં વાંધો પડતાં મામલો બિચક્યો હતો. સોમવારે સાંજે માંડવીની લારી પર બંને વચ્ચે ઝઘડા બાદ અજ્જુ હથિયાર સાથે લાલુ અંડાની પોળ સુધી ઘૂસી જતાં નાસભાગ મચી ગઇ હતી. ઘટનાની જાણ થતાં સિટી અને વાડી પોલીસ સ્થળ પર દોડી થઇ સ્થિતિ કાબૂમાં લીધી હતી. સામાપક્ષે અજ્જુએ પણ લાલુ અંડા અને તેના સાગરિતે ગોળી મારવાની ધમકી આપી હોવાની સિટી પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી. પ્રાથમિક તપાસમાં બંને વચ્ચે જમીનના રૂપિયાની ભાગબટાઇ હોવાની શંકા સેવાઇ રહી છે.

અજ્જુ સિંધીએ સિટી પોલીસને ફરિયાદ કરી હતી કે, સોમવારે સાંજે 7:15 વાગ્યાના સુમારે માંડવી સ્થિત જીઇબીની ઓફિસ પાસેની લારી પર ચા નાસ્તો કરવા જતાં રાજપુરાની પોળમાં રહેતો લાલુ અંડો અને તેનો સાગરિત ગુલામ મુસ્તાક ત્યાં ઉભા હતાં. દરમિયાન બંનેએ અગાઉની અદાવતે ઝઘડો કરી ગોળી મારી દઇશ ધમકી આપી હતી. અંગે તેની સામે ગુનો નોંધવા પત્નીએ પોલીસમાં અરજી આપી હતી.

અજ્જુ હથિયાર લઇ પોળમાં ઘૂસી જતાં લાલુની પત્નીની પોલીસ ફરિયાદ

અન્ય સમાચારો પણ છે...