તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • અકસ્માતમાં મહિલાનું મોત વાહનો લાશ પરથી પસાર થયા

અકસ્માતમાં મહિલાનું મોત વાહનો લાશ પરથી પસાર થયા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા-અમદાવાદનેશનલ હાઈવે નંબર 8 પર છાણી નજીક જીએસએફસીના ગેટ પાસે બ્રિજ પર રાત્રે અજાણી મહિલા વાહનની અડફેટે આવી જતાં સ્થળ પર તેનું કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. પસાર થતા લોકોએ ઇમરજન્સી સેવા 108ને જાણ કરવામાં આવતાં સ્ટાફ ઘટના સ્થળે પહોંચે તે પહેલાં મહિલાના મૃતદેહ ઉપરથી કેટલાંક વાહનો પસાર થઈ જતાં અરેરાટી ફેલાઈ ગઇ હતી. પોલીસે મૃતદેહનો કબજો લઈ મહિલાના વાલી-વારસની શોધખોળ શરૂ કરવામાં આવી છે.

અકસ્માતની પ્રાપ્ત વિગત મુજબ રવિવારે રાત્રે વડોદરા- અમદાવાદ હાઈવેના જીએસએફસીના ગેટ પાસેના બ્રિજ પર અંદાજે 36 વર્ષની મહિલાનું કોઈ અજાણ્યા વાહનની અડફેટે આવી જતાં ગંભીર ઈજાના પગલે સ્થળ પર મોત નિપજ્યું હતું. એટલું નહીં પરંતુ 108ની ટીમ સ્થળ પર પહોંચે તે પહેલાં મહિલાના શરીર ઉપરથી કેટલાંક વાહનો પસાર થઈ જતાં મૃતદેહ છુંદાઈ ગયો હતો. લોકોએ 108ને જાણ કરતાં મહિલાના મૃતદેહને સયાજી હોસ્પિટલમાં લઈ જવાયો હતો. જ્યારે છાણી પોલીસે મૃતદેહનું પીએમ કરાવવાની સાથે તેનાં વાલીવારસને શોધવાની પણ તજવીજ હાથ ધરી છે. છાણી પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, રાતના સમયે અકસ્માતમાં મૃત પામેલ મહિલા છાણી વિસ્તારની છે કે બહારની છે તે અંગે અનેક લોકોની પૂછપરછ કરવામાં આવી છે પણ તેનાં સગાંસંબંધીની ભાળ મળી નથી.

મૃતકનો દેહ છુંદાઇ જતાં ઓળખ ના થઇ

જીએસએફસી ગેટના િબ્રજ પાસેની ઘટના

અન્ય સમાચારો પણ છે...