તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Vadodara ATMમાં 60 સેકન્ડમાં મશીન બંધ કરી ફસાયેલા રૂપિયા કાઢતી ટોળકી ઝડપાઇ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ATMમાં 60 સેકન્ડમાં મશીન બંધ કરી ફસાયેલા રૂપિયા કાઢતી ટોળકી ઝડપાઇ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એટીએમ મશીનમાં કાર્ડ નાંખ્યા બાદ પૈસા બહાર નિકળવાના સમયે 60 સેકન્ડમાં મશીન બંધ કરી દઇ ફસાયેલા પૈસા કાઢી બેંકના કસ્ટમર કેરમાં પોતાના પૈસા ના મળ્યા હોવાની રજૂઆત કરી બેંકમાંથી પણ રિફંડ મેળવી લેતી હરિયાણાની ટોળકીના 4 સભ્યોને નવાપુરા પોલીસે ઝડપી લીધા હતા. પોલીસે તમામ આરોપીના થેલા ચકાસતાં 34 એટીએમ કાર્ડ તથા પાનકાર્ડ, આધારકાર્ડ સહિતના દસ્તાવેજો, 37 હજાર રોકડા મળ્યા હતા. નવાપુરામાં જયરત્ન ચાર રસ્તા પાસે એટીએમ મશીન પાસે બે શખ્સની શંકાસ્પદ હિલચાલ અંગે પીઆઇ ડી.કે.રાવને બાતમી મળતાં પીએસઆઇ એ.આર.મહિડાએ વોચ ગોઠવી બંને શખ્સને ઝડપી લીધા હતા. પોલીસે બંનેની તલાશી લેતાં 12 એટીએમ કાર્ડ મળ્યા હતા. બંનેએ પોલીસ સમક્ષ ઘટસ્ફોટ કર્યો હતો કે તેઓ એટીએમમાં જઇ મશીનના સ્લોટમાં કાર્ડ નાંખ્યા બાદ મશીનમાંથી પૈસા બહાર નિકળવાના સમયે 60 સેકન્ડમાં મશીન બંધ કરી દઇ ફસાયેલા નાંણા કાઢી લેતા હતા અને ત્યારબાદ એટીએમ કાર્ડ પાછળ લખેલા કસ્ટમર કેરમાં ફોન કરીને પોતે જે તે એટીએમમાંથી પૈસા ઉપાડયા હોવા છતાં પૈસા મળ્યા નથી અને ખાતામાંથી ડેબિટ થઇ ગયા છે, તેવી રજૂઆત કરતા હતા, જેથી જેટલી રકમ ડેબિટ થઇ હોય તેટલી રકમનું તેઓ બેંકમાંથી રિફંડ મેળવી લેતા હતા. પોલીસે બંને શખ્સ પાસેથી માહિતી મેળવી વધુ 2 શખ્સને ઝડપી લીધા હતા. 7 દિવસથી શહેરમાં રોકાયેલી ટોળકીએ વિવિધ વિસ્તારના એટીએમમાંથી પૈસા ઉપાડી બેંકો સાથે છેતરપીંડી કરી હતી.

પોલીસે એટીએમ દ્વારા ફ્રોડ કરી રૂપિયા કાઢી લેતી ગેંગને ઝડપી પાડી હતી.

પરિચિતોના નામે ખાતા ખોલી ATM કાર્ડ મેળવતા
પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું કે આ ટોળકી હરિયાણામાં તેમના પરિચિતોના દસ્તાવેજો મેળવી તેમના નામે તેમની જાણ બહાર વિવિધ બેંકમાં ખાતા ખોલતી હતી અને એટીએમ કાર્ડ તથા પીન નંબર મેળવી લેતી હતી અને આ ખાતામાં થોડા પૈસા રાખી વિવિધ શહેરોમાં જઇ એટીએમમાંથી પૈસા કાઢીને બેંકો સાથે રિફંડ મેળવવાની છેતરપીંડી કરતી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Gujarati News
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. સન્માનજનક સ્થિતિ બનશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર વિજય પણ પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી વધારે ઉત્સાહ રહેશે. ...

વધુ વાંચો