વડોદરાથી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ શરૂ કરવા ઉડ્ડયન મંત્રીને રજૂઆત

DivyaBhaskar News Network

Oct 11, 2018, 04:07 AM IST
Vadodara - વડોદરાથી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ શરૂ કરવા ઉડ્ડયન મંત્રીને રજૂઆત
શહેરના સાંસદ રંજનબેન ભટ્ટ તથા એફ.જી.આઇના પ્રતિનિધી મંડળ દ્વારા દેશના ઉડ્ડયન મંત્રીને વડોદરાથી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ શરૂ કરવા માટે અને એરપોર્ટ પરથી વધારે સ્થાનિક ફ્લાઇટને શરૂ કરવા માટેની રજુઆત કરાઈ હતી. તાજેતરમાં વડોદરાથી હૈદરાબાદ ની ફ્લાઇટ શરૂ કરાઇ હતી.મંગળવારે સાંસદ રંજનબેન ભટ્ટ અને એફ.જી.આઇના પ્રતિનિધી મંડળ દ્વારા ઉડ્ડયન મંત્રી સુરેશ પ્રભુને મળીને ફ્લાઇટ કનેક્ટીવીટી તથા આંતરરાષ્ટ્રીય ફ્લાઇટને ધ્યાનમાં રાખીને રન-વે વધારવામાં આવે તેવી રજુઆત કરી હતી.ઉડ્ડયન મંત્રી સાથેની મિટીંગમાં મધ્ય ગુજરાતમાં ફ્લાઇટ કનેકટીવીટી અંગેની જરૂરીયાત મંત્રી સમક્ષ મુકવામાં આવી હતી.મિટીંગ બાદ મંત્રીએ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ શરૂ કરવામ માટે અને એરપોર્ટ પર સ્થાનિક ફ્લાઇટની કનેક્ટીવીટી વધારવા અંગે ઝડપી કામગીરી કરવાની બાંહેધારી આપી હતી.ઉલ્લેખનીય છે કે વડોદરાથી ફ્લાઇટ કનેક્ટીવીટી વધારવા માટે એફ.જી.આઇ અને સાંસદ દ્વારા સમયાંતરે પ્રયાસો હાથ ધરવામાં આવે છે.

X
Vadodara - વડોદરાથી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ શરૂ કરવા ઉડ્ડયન મંત્રીને રજૂઆત
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી