વારસીયાના ત્રણ વર્ષના બાળક સહીત કુલ 5 દર્દીઓના સ્વાઇન ફ્લૂ પોઝીટીવી જોવા મળ્યાં છે.સ્વાઇન ફ્લૂના રોગચાળાએ વારસીયા સહીત શહેરના બાપોદ, માંજલપુર અને મકરપુરા વિસ્તારોમાં હુંકારો દીધો છે. ત્યારે શહેરમાં સ્વાઇન ફ્લૂના 5 વધુ દર્દીઓ નોંધાયા છે. શંકાસ્પદ સ્વાઇન ફ્લૂના અત્યાર સુધી કુલ 295 દર્દીઓ નોંધાયા છે. જેમાંથી 57 દર્દીઓના રિપોર્ટ પોઝીટીવ જોવા મળ્યાં છે. જોકે બુધવારે સ્વાઇન ફ્લૂના કુલ 5 દર્દીઓના રિપોર્ટ પોઝીટીવી જોવા મળ્યાં હતા. સ્વાઇન ફ્લૂની ઝપેટમાં આવેલા પાંચ દર્દીઓ પૈકી વારસીયાની 58 વર્ષીય વૃદ્ધા ગોત્રી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જ્યારે અન્ય ચાર દર્દીઓ શહેરની ખાનગી હોસ્પિટચલમાં સારવાર લઇ રહ્યાં છે.
અમને ખેદ છે કે તમે OPT-OUT કર્યું છે
પણ જો તમે ભૂલથી "Block" સિલેક્ટ કર્યુ હોય અથવા ભવિષ્યમાં ફરી આપ નોટિફિકેશન મેળવવા ઇચ્છો તો નીચે આપેલા નિર્દેશોનું પાલન કરો