તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Vadodara ગરબાની મંજૂરી મુદ્દે ડીનની કેબિન બહાર 2 કલાક ધરણાં

ગરબાની મંજૂરી મુદ્દે ડીનની કેબિન બહાર 2 કલાક ધરણાં

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એજ્યુકેશન રિપોર્ટર | વડોદરા

એમ.એસ.યુનિ.ની સાયન્સ ફેકલ્ટીમાં વીપીને રાત્રિ બિફોર નવરાત્રી માટે પરવાનગી અપાઇ હતી. જોકે યુજીએસને પરવાનગી નહિ અપાતાં આઇશા ગ્રૂપે ફેકલ્ટી સત્તાધીશોનો વિરોધ નોંધાવીને હાેબાળો મચાવી મૂક્યો હતો. ડીનની કેબિનની બહાર વિદ્યાર્થીઓએ ધરણાં કરતાં સતત બે કલાક સુધી ડીન નજરકેદ થઇ ગયા હતા.

યુનિવર્સિટીમાં ચાલુ વર્ષે રાત્રિ બિફોર નવરાત્રીની પરવાનગી મુદ્દે વિવિધ વિદ્યાર્થી સંગઠનો વચ્ચે સતત ઘર્ષણના બનાવો બન્યા છે. ગરબાની પરવાનગી માટે એક જ તારીખ અને સમય હોવાથી સત્તાધીશો માટે પણ મૂંઝવણભરી સ્થિતિ સર્જાઈ હતી. સાયન્સ ફેકલ્ટીમાં ગરબા માટે વીપી દ્વારા 6 તારીખની પરવાનગી માંગી હતી જે ફેકલ્ટી સત્તાધીશોએ આપી દીધી હતી. યુજીએસે પણ 6 તારીખની જ પરવાનગી માંગી હતી જે આપવામાં ના આવતાં વિવાદ થયો હતો. સાયન્સ ફેકલ્ટીના વિદ્યાર્થી સંગઠન આઇશા ગ્રૂપે યુજીએસને પરવાનગી કેમ નથી અપાઇ તે મુદ્દે હલ્લાબોલ કર્યો હતો. ડીનની કેબિનની બહાર બે કલાક સુધી દેખાવો કર્યા હતા. આખરે ગરબાની પરવાનગી માટે મીટિંગ બોલાવવાની ખાતરી આપ્યા બાદ મામલો થાળે પડ્યો હતો.

કેમ્પસમાં ગરબા ફીવર : 7 રાત્રિ બિફોર નવરાત્રીનું આયોજન
એમ.એસ.યુનિવર્સિટીમાં નવરાત્રી પહેલાં જ નવરાત્રી ફીવર જામ્યો છે. વિવિધ ફેકલ્ટીઓના એસોસિયેશન તથા યુજીએસ,વીપી દ્વારા પાંચ દિવસમાં 7 જેટલી રાત્રિ બિફોર નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે. શનિવારે ત્રણ ફેકલ્ટીમાં એક જ સમયે ગરબાનું આયોજન ફેકલ્ટીના પટાંગણમાં કરવામાં આવ્યું છે. સાયન્સ ફેકલ્ટીમાં શનિવારે વીપી દ્વારા રાત્રિ બિફોર નવરાત્રીનું આયોજન કરાયું છે. રવિવારે હોમ સાયન્સ ફેકલ્ટીમાં રાત્રિ બિફોર નવરાત્રીનું આયોજન કરાયું છે. સોમવારે 8મી તારીખે સાયન્સ ફેકલ્ટીમાં ફેકલ્ટી પુન: ગરબા યોજાશે જેનું આયોજન ફેકલ્ટી જીએસ દ્વારા કરવામાં આવ્યું છે. મંગળવારના રોજ કોમર્સ જીએસ દ્વારા આર્કિટેક્ચર વિભાગની સામેના મેદાનમાં ગરબા યોજાશે જ્યારે યુજીએસ દ્વારા તે જ સમયે જૂની લો ફેકલ્ટીના ગ્રાઉન્ડમાં ગરબાનું આયોજન કર્યું છે. નવરાત્રી શરૂ થાય તે અગાઉ સાત જેટલી રાત્રિ બિફોર નવરાત્રી યુનિવર્સિટીમાં યોજાશે.

અન્ય સમાચારો પણ છે...