સર્ગભા મહિલાનો સ્વાઇન ફલૂનો રિપોર્ટ પોઝિટિવ

ગત વર્ષે સપ્ટેમ્બરમાં 202 કેસ પોઝિટિવ નોંધાયા હતા

DivyaBhaskar News Network | Updated - Sep 12, 2018, 04:06 AM
Vadodara - સર્ગભા મહિલાનો સ્વાઇન ફલૂનો રિપોર્ટ પોઝિટિવ
ટ્રાન્સપોર્ટ રિપોર્ટર | વડોદરા

શહેરના હરણી -વારસીયા રિંગરોડ પર 20 વર્ષીય મહિલાને સ્વાઇન ફ્લૂ પોઝિટિવ આવતાં તંત્ર દોડતું થયું છે. સાત મહિનાની સગર્ભાને સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. સેવાસદન દ્વારા શહેરમાં અર્બન હેલ્થ સેન્ટરે શરદી- ખાંસીનાં દર્દીનો સરવે શરૂ કરવાના આદેશ આપ્યા છે.

રાજ્યમાં સ્વાઇન ફ્લૂની સીઝન શરૂ થઇ છે. સામાન્ય રીતે ઓગસ્ટથી જાન્યુઆરી દરમિયાન સ્વાઇન ફ્લૂના કેસ નોંધાય છે. ગત વર્ષે સપ્ટેમ્બર મહિનામાં 542 શંકાસ્પદ કેસનાં સેમ્પલ લેવાયાં હતાં. જે પૈકી 202 કેસ પોઝિટિવ આવ્યા હતા. શહેરનાં માસૂમ બાળકો સહિત 35 લોકોએ આ જીવલોણ રોગમાં જીવ ગુમાવ્યો હતો. જ્યારે મુખ્યમંત્રી સહિત આરોગ્ય વિભાગ વડોદરા ખાતે દોડી આવ્યો હતો. ફરી એક વખત સપ્ટેમ્બર મહિનામાં સગર્ભા મહિલા સ્વાઇન ફ્લૂની ઝપટમાં આવતાં તંત્રના હોશ ઊડી ગયા છે.રાજ્યમાં વડોદરાની આસપાસ આ રોગનાં દર્દીઓમાં ઝડપથી વધારો નોંધાઇ રહ્યો છે.સેવાસદન દ્વારા આખા વર્ષમાં લેવાયેલાં 9 સેમ્પલ પૈકી 4 કેસ પોઝિટિવ નોંધાયા હતા. પરંતુ સપ્ટેમ્બર મહિનો રોગ માટે સીઝન હોવાથી તંત્ર દ્વારા અસરકારક સર્વેલન્સ ચાલુ કરવામાં આવ્યું છે.

‘બી’ કેટેગરીમાં ટેમી ફ્લૂ આપવાનો આદેશ કર્યો છે

શહેરનાં તમામ અર્બન હેલ્થ સેન્ટરમાં સરવે શરૂ કરાયો છે. શરદી- ખાંસી વધુ હોય અને બી કેટેગરી જણાય તો ટેમી ફ્લૂૂ આપવાનો આદેશ કરવામાં આવ્યો છે. સેવાસદન પાસે ટેમી ફ્લૂનો પૂરતો જથ્થો છે. ડો. મૂકેશ વૈદ્ય, અધિક આરોગ્ય અમલદાર

X
Vadodara - સર્ગભા મહિલાનો સ્વાઇન ફલૂનો રિપોર્ટ પોઝિટિવ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App