તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Vadodara H.M.લાઇબ્રેરી પાસે બાપુનાં બે જૂથો વચ્ચે ઝપાઝપી થતાં અફરાતફરી: વિજિલન્સે મામલો થાળે પાડ્યો

H.M.લાઇબ્રેરી પાસે બાપુનાં બે જૂથો વચ્ચે ઝપાઝપી થતાં અફરાતફરી: વિજિલન્સે મામલો થાળે પાડ્યો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એજ્યુકેશન રિપોર્ટર | વડોદરા

એચ.એમ. લાઇબ્રેરી પાસે વિદ્યાર્થિનીઓ સામે ગેરવર્તણૂક મામલે બાપુઓનાં બે જૂથ સામસામે આવી ગયાં હતાં.ઉગ્ર બોલાચાલી બાદ ઝપાઝપીનાં દૃશ્યો સર્જાયાં હતાં.આખરે વિજિલન્સે બંને જૂથના વિદ્યાર્થીઓને છૂટા પાડ્યા હતા.

યુનિ.ંહંસા મહેતા લાઇબ્રેરી પાસે બપોરે વિદ્યાર્થિની સાથે ગેરવર્તણૂક મામલે રાજસ્થાની બાપુ અને અન્ય બાપુઓ સામસામે આવી ગયા હતા.રાજસ્થાની બાપુઓ દ્વારા અન્ય જૂથના બાપુઓએ ગેરવર્તણૂક ન કરવા માટેની વાત કરાતાં મામલો બિચક્યો હતો.ત્યાર બાદ ઉગ્ર બોલાચાલી પછી ઝપાઝપી થઈ હતી ઝપાઝપી દરમિયાન એકબીજા જૂથનાં કપડાં પણ ફાટ્યાં હતાં.બનાવને પગલે લાઇબ્રેરી પાસે વિદ્યાર્થીઓનાં ટોળેટોળાં ભેગાં થઇ ગયાં હતાં.ઘટના સ્થળે વિજિલન્સ પહોંચીને ટોળાંને વિખેર્યાં હતાં અને ઝપાઝપી કરી રહેલા વિદ્યાર્થીઓને છૂટા પાડ્યા હતા.ઉલ્લેખનીય છે કે લાઇબ્રેરી પાસે બાપુ જૂથના કેટલાક વિદ્યાર્થીઓ તથા બહારનાં તત્ત્વો દ્વારા છાત્રાઓ સાથે ગેરવર્તણૂક કરાઈ રહી છે.પરંતુ તંત્ર દ્વારા કોઇ ઠોસ પગલાં ન લેવાતાં છાત્રોને હેરાન થવાનો વારો આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...