Home » Madhya Gujarat » Latest News » Vadodara City » Vadodara - પોલીસ કમિશનરે કહ્યું, અા વખતે શહેરમાં સ્થપાયેલી મૂર્તિઓમાં માટીના ગણપતિની સ્થાપનામાં નોંધપાત્ર વધારો

પોલીસ કમિશનરે કહ્યું, અા વખતે શહેરમાં સ્થપાયેલી મૂર્તિઓમાં માટીના ગણપતિની સ્થાપનામાં નોંધપાત્ર વધારો

Divyabhaskar.com | Updated - Sep 12, 2018, 04:06 AM

13 સપ્ટેમ્બરના રોજ ગણેશ ચતુર્થીનો પ્રારંભ થઈ રહ્યો છે. ત્યારે શહેરના 10 હજારથી વધુ ભક્તો પોતાના ઘરે માટીના શ્રીજી...

  • Vadodara - પોલીસ કમિશનરે કહ્યું, અા વખતે શહેરમાં સ્થપાયેલી મૂર્તિઓમાં માટીના ગણપતિની સ્થાપનામાં નોંધપાત્ર વધારો
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    13 સપ્ટેમ્બરના રોજ ગણેશ ચતુર્થીનો પ્રારંભ થઈ રહ્યો છે. ત્યારે શહેરના 10 હજારથી વધુ ભક્તો પોતાના ઘરે માટીના શ્રીજી બેસાડી તેમનું ઘરમાં જ વિસર્જન કરવાના છે. જ્યારેે શહેરનાં 50 ગણેશ મંડળોએ માટીના શ્રીજી સ્થાપી ચાલુ વર્ષે પોતાની સોસાયટીમાં વિસર્જન કરવાની શરૂઆત કરી છે. મોટાભાગના શ્રીજી ભક્તોએ સુરસાગરના બ્યુટિફિકેશનના કારણે અને પર્યાવરણને થતા નુકસાનને અટકાવવા માટે માટીના શ્રીજીનું ઘરમાં જ વિસર્જન કરવાનો નિર્ણય લીધો છે. દિવ્યભાસ્કર દ્વારા દાંડિયાબજાર અને ચાર દરવાજા વિસ્તારમાં રહેતા 20 મરાઠી તેમજ અન્ય સમાજના પરિવારોની સાથે વાતચીત કરતાં તેઓ પેઢીથી ઘરમાં જ શ્રીજીની માટીની મૂર્તિ બનાવીને ઘરમાં જ વિસર્જન કરતા આવતા હોવાનું જણાવ્યું હતું.વાઘોડિયા-આજવા રોડ પર આવેલ શ્યામલ રેસિડન્સીમાં રહેતા સચીનભાઈ પારીખે જણાવ્યું કે, પર્યાવરણને નુકસાન થતું અટકાવવા માટે ગણેશ મંડળ દ્વારા પણ ચાલુ વર્ષે માટીના શ્રીજી સ્થાપી તેનું પ્રથમ વખત સોસાયટીમાં જ વિસર્જન કરવામાં આવશે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે.

    આ ઉપરાંત દાંડિયાબજારની શંકર ટેકરી ખાતે રહેતા રોહિતભાઈ ઘાઘે પણ પોતે 7 વર્ષથી પોતાના ઘરે માટીના જ ગણેશનું સ્થાપન કરે છે, પરંતુ છેલ્લાં 3 વર્ષથી પર્યાવરણ અંગે જાગૃત થઈને પોતાના ઘરે નાના વાસણમાં જ વિસર્જન કરવાનું શરૂ કર્યું છે. ફતેગંજની જયેશ કોલોનીમાં રહેતા યોગેશભાઈ શાહ પોતાના ઘરે માટીના શ્રીજીનું સ્થાપન કરી ઘરમાં જ વિસર્જન કરી પર્યાવરણની જાળવણી અંગે લોકોને જાગૃત કરતા આવ્યા છે.

    ઘરમાં જ સ્થાપન, ઘરમાં જ વિસર્જન

    50 મંડળો અને 10 હજાર ભક્તોનો નિર્ણય

    બામ્બુ, કાથી, પેન્સિલ અને ન્યૂઝ પેપરના વેસ્ટમાંથી ઇકો ફ્રેન્ડલી શ્રીજી

    ઘરમાં જ વિસર્જન બાદ પાણી-માટીને બગીચામાં પ્રવાહિત કરો

    કારેલીબાગના વલ્લભનગરના 10 જેટલા મેમ્બરોએ ભેગા મળીને 40 દિવસમાં વાંસની લાકડીઓ, કાથી અને 15 કીલો ન્યુઝ પેપરના વેસ્ટમાંથી 12 ફૂટ મોટી શ્રી ગણેશની ઇકો ફ્રેન્ડલી મૂર્તિ બનાવવામાં આવી છે. આ મંડળના સભ્યો દ્વારા સ્થાપનાની મૂર્તિનું સોસાયટીમાંજ વિસર્જન કરવામાં આવશે અને આ ઇકો ફ્રેન્ડલી પ્રતિમાને પણ સ્થળ પર જ પાણીનો છંટકાવ કરી વિસર્જન કરાશે.

    માટીના શ્રીજીની સ્થાપનાનો અનોખુ મહત્ત્વ છે. પર્યાવરણની સાથોસાથ ધાર્મિક દૃષ્ટિએ પણ માટીના શ્રીજીની સ્થાપનાને િવદ્‌વાનો યોગ્ય ગણાવે છે. શહેરમાં છેલ્લાં ઘણા સમયથી માટીના શ્રીજીની સ્થાપનાનો એક નવો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે ત્યારે માટીના શ્રીજીને ઘરમાં વિસર્જન કર્યા બાદ તેના પાણીને બગીચા, કુંડાં અથવા તળાવ-નદીમાં પ્રવાહિત કરી શકાય છે. જ્યારે શ્રીજીની માટીને કુંડામાં અથવા બગીચામાં પણ મૂકી શકાય છે. મોટા ભાગના શ્રીજી ભક્તો કુંડામાં માટી નાખી તેમાં તુલસી કે અન્ય છોડ વાવતા હોય છે.

    ગોરવા સિધ્ધાર્થ નગર યુવક મંડળ દ્વારા ઇકો ફ્રેન્ડલી ગણપતિનું નીર્માણ કરવાામાં આવ્યું છે. જેમાં શ્રીજીની મૂર્તિ પર 1400-1500 પેન્સીલ લગાવીને મૂર્તિ બનાવવામાં આવી છે. આ મૂર્તિ બનાવવા માટે મંડળના 10 છેકરાઓ એક મહીનાથી રોજ રાત્રે 3 કલાક સુધીની જહેમત ઉઠાવીને 8 ફૂટની આ મૂર્તિ બનાવી હતી. આ શ્રી ગણેશની મૂર્તિમાં વધુમાં કેન્ડી સ્ટીક, બામ્બુ સ્ટીક અને ચણોઠીનો પણ ઉપયોગ કરાયો છે.

    જુમ્માદાદાએ 1901માં માટીના ગણેશનું પ્રથમ સ્થાપન કર્યું હતું

    વડોદરાના સુરસાગર પાસે આવેલા શિર્કેના વાડામાં મુસ્લિમ સમુદાયના જુમ્માદાદાએ સાલ 1901માં માટીના ગણેશનું પ્રથમ વખત સ્થાપન કર્યું હતું. મહત્ત્વની વાત એ છે કે1904માં જુમ્માદાદાનું અવસાન થયા બાદ, તેમના શિષ્ય માણેકરાવે જુમ્માદાદા વ્યાયામ શાળામાં માટીના ગણેશના સ્થાપનાની પરંપરા ચાલુ રાખી હતી. હાલ જુમ્માદાદા વ્યાયામશાળાના સંચાલક દ્વારા એક ટ્રેન્ડ સેટ કરવા માટે ચાલુ વર્ષે માટીના ગણેશનું સંસ્થાના મેદાનમાં જ પાણીની ટેન્કમાં વિસર્જન કરાશે. પર્યાવરણની સુરક્ષા માટે અમે સુરસાગરમાં શ્રીજીની પ્રતિમાનું વિસર્જન કરતા હતા, પરંતુ હવે સંસ્થાના મેદાનમાં પ્રથમ વખત વિસર્જન કરવામાં આવશે. રાજેન્દ્ર હરપળે,ટ્રસ્ટી,જુમ્માદાદા વ્યાયામ મંદિર

    1960 પછી વિશ્વામિત્રી નદી ગંદી થતાં ઘરમાં વિસર્જન શરૂ થયું

    મારા પિતાજી દ્વારા 1960 સુધી માટીના ગણપતિનું વિસર્જન વિશ્વામિત્રી નદીમાં કરવામાં આવતું હતું. ત્યારે વિશ્વામિત્રી નદીનું પાણી ચોખ્ખું હતું. પરંતુ ધીરેધીરે વિશ્વામિત્રીમાં ગંદકી વધી જતાં મારા પિતાશ્રી તેમજ અન્ય લોકોએ પણ અપવિત્ર નદીમાં ભગવાનનું વિસર્જન કરવાનું ટાળ્યું. જ્યારે 1960 બાદ મારા ઘરમાં જ માટીના શ્રીજીનું વિસર્જન થતું આવ્યું છે. જે પરંપરા અમે પણ જાળવી રાખી છે. જીતેન્દ્ર ગવળી,સંચાલક, કમ્યુનિટી સાયન્સ સેન્ટર

  • Vadodara - પોલીસ કમિશનરે કહ્યું, અા વખતે શહેરમાં સ્થપાયેલી મૂર્તિઓમાં માટીના ગણપતિની સ્થાપનામાં નોંધપાત્ર વધારો
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
  • Vadodara - પોલીસ કમિશનરે કહ્યું, અા વખતે શહેરમાં સ્થપાયેલી મૂર્તિઓમાં માટીના ગણપતિની સ્થાપનામાં નોંધપાત્ર વધારો
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Madhya Gujarat

Trending

વીડિયો વધુ જુઓ