ન્યૂ વીઆઇપી રોડ પર પાણીની લાઇન તૂટતાં MGVCLને નોટિસ

વીજલાઇનની કામગીરીમાં બેદરકારી રખાતાં પાણીની લાઇનમાં ભંગાણ સર્જાયું વીજ કંપની પાસેથી નુકસાની પેટે રૂા. 70...

DivyaBhaskar News Network | Updated - Sep 12, 2018, 04:06 AM
Vadodara - ન્યૂ વીઆઇપી રોડ પર પાણીની લાઇન તૂટતાં MGVCLને નોટિસ
શહેરના ન્યૂ વીઆઇપી રોડ પર એમજીવીસીએલની બેદરકારીના કારણે પાણીની લાઇનમાં ભંગાણ પડયુ હતુ અને પાલિકાએ એમજીવીસીએલને રૂા.70 હજારનો દંડ ફટકારતી નોટિસ ઇસ્યુ કરી હતી.

શહેરના ન્યૂ વીઆઇપી રોડ પર આવેલ ખોડિયારનગર ચાર રસ્તાથી વૈકુંઠ તરફ જવાના ભાગ પર એમજીવીસીએલની વીજલાઇનને લગતી કામગીરી મંગળવારે ચાલી રહી હતી. આ વિસ્તારમાં મોડી સાંજે પાણી વિતરણના સમય પૂરો થવાની તૈયારીમાં હતો ત્યારે પાણીની લાઇનમાં ભંગાણ પડતાં રોડ પર પાણીની રેલમછેલ થઇ હતી. વગર વરસાદે ખોડિયારનગર ચાર રસ્તાથી હાઇવે તરફ જતાં વૈકુંઠ સોસાયટીવાળો માર્ગ જળબંબાકાર થઇ ગયો હતો. પાણીનો વધુ વેડફાટ થતો અટકાવવા માટે પાલિકાના પાણી પુરવઠા વિભાગે તાત્કાલિક વાલ્વ બંધ કર્યો હતો.

જોકે, પાલિકાએ ભંગાણની મરામતની કામગીરી અને વેડફાટ થયેલા પાણીના નુકશાનીની વસૂલાત મધ્ય ગુજરાત વીજકંપની પાાસેથી લેવાનુ નક્કી કર્યુ હતુ. જેના પરિણામે, પાલિકાના પાણી પુરવઠા વિભાગે રૂા.70 હજારની નુકશાનીની વસૂલાત એમજીવીસીએલ પાસેથી લેવા માટે તાકિદ કરતી નોટિસ ઇસ્યુ કરી છે. પાલિકાના પાણી પુરવઠા વિભાગના કાર્યપાલક ઇજનેર રાજેશ ચૌહાણે આ બાબતને સમર્થન આપતાં જણાવ્યુું હતું કે, વાલ્વ વહેલી તકે બંધ કરવામાં આવતા પાણીનો વધુ વેડફાટ થતો અટકયો હતો અને પાણીની લાઇનમાં ભંગાણ કરવા બદલ એમજીવીસીએલને નુકશાનની રકમ ભરપાઇ કરવા માટે નોટિસ ઇસ્યુુ કરી છે.

ન્યુ વીઆઇપીરોડ પર આવેલ ખોડિયાનગર ચાર રસ્તાથી વૈકંુઠ તરફ જવાના માર્ગે પાણીની લાઇનમાં ભંગાણ પડતા રોડ પર પાણીની રેલમછેલ થઇ ગઇ હતી.

X
Vadodara - ન્યૂ વીઆઇપી રોડ પર પાણીની લાઇન તૂટતાં MGVCLને નોટિસ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App