¾નો આજથી 15મા વર્ષમાં પ્રવેશ

ગુ જરાતની સંસ્કારી નગરી વડોદરામાં આજે દિવ્યભાસ્કર પોતાની 14મી વર્ષગાંઠ મનાવવા જઇ રહ્યું છે. 14 વર્ષ પહેલાં આજના...

DivyaBhaskar News Network | Updated - Sep 12, 2018, 04:06 AM
Vadodara - ¾નો આજથી 15મા વર્ષમાં પ્રવેશ
ગુ જરાતની સંસ્કારી નગરી વડોદરામાં આજે દિવ્યભાસ્કર પોતાની 14મી વર્ષગાંઠ મનાવવા જઇ રહ્યું છે. 14 વર્ષ પહેલાં આજના દિવસે અહીં દિવ્યભાસ્કરનો પ્રથમ અંક પ્રકાશિત થયો હતો. ભાસ્કરની સફળતાનું સૌથી મોટું કારણ સત્ય અને તથ્યની સાથે સકારાત્મક પત્રકારિતા રહ્યું છે.ગુજરાતની ધરતી પર પોતાનો અંતિમ શ્વાસ લેનાર ભાસ્કર જૂથના ચેરમેન સ્વર્ગીય રમેશચંદ્ર અગ્રવાલ હંમેશાં કહેતા હતા કે, ભાસ્કર એક સૂર્ય છે. જેમ સૂર્ય પર બધાનો અધિકાર હોય છે તેવી જ રીતે ભાસ્કર પર તેના વાચકોનો સંપૂર્ણ અધિકાર છે.ભાસ્કર દેશનું પહેલું અખબાર છે જે સમાચારો અંગે પોતાના વાચકોના અભિપ્રાય મેળવે છે.વાચકોનાં સૂચનો-વિચારો પર અમલ કરે છે અને હંમેશાં એવો વિશ્વાસ અપાવે છે કે અમારા માટે વાચકો જ સર્વોચ્ય છે અને હંમેશાં રહેશે.15મા વર્ષમાં મંગળ પ્રવેશના અવસર પર દિવ્યભાસ્કર પરિવાર આ સફળ યાત્રામાં સહભાગી રહેલા પોતાનાં વાચકો,એજન્ટો, વિતરકો અને શુભચિંતકોનો હૃદયપૂર્વક આભાર વ્યકત કરે છે. - ભાસ્કર પરિવાર

X
Vadodara - ¾નો આજથી 15મા વર્ષમાં પ્રવેશ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App