• Home
  • Madhya Gujarat
  • Latest News
  • Vadodara City
  • Vadodara ટ્રેન ટિકિટમાં ઉછાળો : પાંચ િદવસમાં 37 હજાર મુસાફરો રવાના કલેક્ટરે કહ્યું , ડરીને ગયો હોય તેવો એક પણ પરપ્રાંતિય ન મળ્યો

ટ્રેન ટિકિટમાં ઉછાળો : પાંચ િદવસમાં 37 હજાર મુસાફરો રવાના કલેક્ટરે કહ્યું , ડરીને ગયો હોય તેવો એક પણ પરપ્રાંતિય ન મળ્યો

DivyaBhaskar News Network

Oct 11, 2018, 04:06 AM IST
Vadodara - ટ્રેન ટિકિટમાં ઉછાળો : પાંચ િદવસમાં 37 હજાર મુસાફરો રવાના 
 કલેક્ટરે કહ્યું , ડરીને ગયો હોય તેવો એક પણ પરપ્રાંતિય ન મળ્યો
ટ્રાન્સપોર્ટ રીપોર્ટર | વડોદરા

હૂમલાઓ અને ધાકધમકીના બનાવો ચાલુ રહેતાં પરપ્રાંતીયોની હિજરત યથાવત રહી છે,જેના પગલે છેલ્લા પાંચ દિવસમાં હજારોની સંખ્યામાં પરપ્રાંતીય મુસાફરોએ રેલવે ટ્રેન દ્વારા હિજરત કરી હોવાનું જાણવા મળે છે.રેલવેના સતાવાર આંકડા મુજબ છેલ્લા પાંચ દિવસમાં અનરીઝર્વ ટીકીટના વેચાણમાં એવરેજ દૈનિક 7500 ટીકીટનો વધારો થયો છે.જેના આધારે પાંચ દિવસમાં 37265 પર પ્રાંતિય મુસાફરોએ વતનની વાટ પકડી હોવાનું મનાઈ રહ્યું છે.જો કે રેલેવે સ્ટેશનની મુલાકાત લેનાર કલેકટરે જણાવ્યું હતું કે એકપણ પરપ્રાંતિય ધમકીના પગલે વતન જતો હોય તેવો મળ્યો નથી.

રેલવેના સૂત્રોએ જણાવ્યું હતું કે છેલ્લા પાંચ દિવસમાં અનરીઝર્વ ટીકીટના વેચાણમાં વધારો થયો છે,જે એવરેજ દૈનિક વેચાણ કરતાં વધારે હોવાનું પ્રકાશમાં આવ્યુ્ં છે.ઓગસ્ટ અને જુલાઈ મહિનામાં અનરીઝર્વ દૈનિક ટીકીટોનું એવરેજ વેચાણ 176538 હતું જે આ મહિનામાં પાંચ દિવસનું એવરેજ વેચાણ 182991 છે.જો કે આ બધા જ પરપ્રાંતીય જ મુસાફરો હશે તે કહેવું મુશ્કેલ છે એમ એક રેલ અધિકારીએ જણાવ્યું હતું.રેલવે પેસેન્જર એસોસીયેશનના પ્રમુખ અને ઉતર ભારતીય સંઘ સાથે સંકળાયેલા ઓમકારનાથ તિવારી કહે છે કે હાલ માહોલ ઠીક ન લાગતાં પરપ્રાંતિયો વતન તરફ જઈ રહ્યા છે,આ તો ફકત રેલવેના આંકડા છે પણ રોડ માર્ગનો આંકડો પણ નોંધનીય છે. કેટલાક કિસ્સામાં પરપ્રાંતીયો અંગત કારણ સર પણ વતનમાં જઈ રહ્યા છે.એટલે બધા જનારા પરપ્રાંતિયો હુમલાના લીધે વતનમાં જઈ રહ્યા છે એવું કહી ન શકાય.

તારીખ વેચાણ

5 1,86,786

6 1,72,008

7 1,26,534

8 2,38,864

9 1,90,767

એક દિવસનું અનરીઝર્વ ટીકીટનું દૈનિક એવરેજ વેચાણ જુલાઈમાં 1,75,963 , ઓગસ્ટમાં 1,76,538 હતું.

ડર ઓછો કરવા કલેકટર ડેપો અને સ્ટેશનમાં ફર્યા મુસાફરોને પૂછયું, ધમકીના લીધે જઇ નથી રહ્યાં ને?

ઇન્ફ્રા િરપોર્ટર | વડોદરા

હું રેલ્વે અને બસ સ્ટેન્ડ પહોચી પરંતું મને એક પણ પરપ્રાંતિય ધમકીના કારણે પલાયન કરી રહ્યો હોય તેવો ન મળ્યો. કલેક્ટર શાલીની અગ્રવાલે 10 ઓક્ટોબરના રોજ બપોરના સમયે રેલ્વે સ્ટેશન અને બસ ડેપોની મુલાકાત લીધા બાદ જણાવ્યું હતું.

વડોદરામાં રહેતા પરપ્રાંતિયોને ધમકી મળતા તેઓ હિજરત કરી રહ્યાં હોવાના સમાચાર મળતા જ કલેક્ટર શાલીની અગ્રવાલ અને પોલીસ કમિશનર અનુપમસિંઘ ગહૈલોત બુધવારે રેલ્વે સ્ટેશન અને બસ સ્ટેશન પર દોડી ગયા હતા. જ્યારે કલેક્ટર અને પોલીસ કમિશનર બુધવારના રોજ રાતે શહેરમાં આવેલી જીઆઈડીસી વિસ્તાર અને જ્યાં પરપ્રાંતિય રહેતા હોય તેવા વિસ્તારમાં પેટ્રોલીંગ કરશે.

જિલ્લા કલેક્ટર શાલીની અગ્રવાલે જણાવ્યું કે, હું જ્યારે રેલ્વે સ્ટેશન પહોચી ત્યારે મને અનેક પરપ્રાંતિય લોકો મળ્યાં હતાં. તેમને મને જણાવ્યું કે તેઓ દિવાળીનો તહેવાર હવે નજીક છે તેથી ઘરે જઈ રહ્યાં છે.તો કોઈકે જે પ્રોજેક્ટમાં મજુરી કામ માટે આવ્યાં હતા,ત્યાંનું કામ પુરૂ થઈ જતા હવે તેઓ પરત ફરી રહ્યાં હોવાનું જણાવ્યું. મે કેટલાય પરપ્રાંતિયને સવાલો પુછ્યાં કે શું તમે ધમકીઓના પગલે પોતાના વતનમાં પલાયન કરી રહ્યાં છો ω તો તેમને આવી કોઈ ધમકી થી ડરી ભાગી રહ્યાં હોવાની ના પાડી. પરંતું તેમને જણાવ્યું કે, વતનમાં રહેતા અમારા પરીવારજનો સમાચાર સાંભળી ચીંતીત જરૂર છે.

અમે બસ ડેપો પહોચ્યાં હતાં. જ્યાં મધ્યપ્રદેશ જનારી બસ માં ચઢીને તમામ પેસેન્જરોને પ્રશ્ન પણ પુછ્યો કે શું ધમકીના પગલે તો જઇ નથી રહ્યાં ને ω પરંતું તમામ પેસેન્જરોએ કોઈ ધમકી ન મળી હોવાનું જણાવ્યું હતું.

પરપ્રાંતિયોની ટ્રેન પર હુમલાની સોશિયલ મીડિયામાં અફવા

વડોદરામાં પરપ્રાંતિયોની ટ્રેન પર હુમલો થયો છે અને 6 ડબ્બામાં તોડફોડ કરવામાં આવી છે તેવી અફવા સોશિયલ મીડિયામાં ફેલાતા શહેર પોલીસ તેમજ રેલવે પોલીસ તંત્ર દોડતું થયું હતું. પોલીસે 25 શખ્સોની ધરપકડ કરી છે અને 6 ગાડીઓ જપ્ત કરી હોવાનું પણ લખાણ લખ્યું હતું. જોકે, આ સંદર્ભે રેલવે પીઆઇ યશવંત વાઘેલા અને શહેર પોલીસ કમિશ્નર અનુપમસિંઘ ગહલૌતે આવી કોઇ ઘટના નહિ બની હોવાનું જણાવ્યું હતું.

ખોડિયારનગરની ઘટનામાં 2 ફરિયાદ

મફતમાં સોનપાપડી નહિ આપતાં પથ્થરમારો કર્યો

ખોડિયારનગર વુડાના મકાન પાસે દુકાનમાં મફત સોનપાપડી લેવા ગયેલા સુનિલ રબારીને અગાઉના રૂપિયા બાકી હોઇ વેપારીએ ઇનકાર કરતાં હથિયારો સાથે ટોળુ ધસી જઇ પથ્થરમારો કરી મકાનની બારીઓના કાચ અને 6 વાહનોની તોડફોડ કરી હતી. દુકાના વેપારી સહિત 23 થી વધુ શખ્સો સામે પોલીસે ગુનો નોંધી 17ની ધરપકડ કરી છે. ખોડીયાર નગર વૈકુંઠ-2 પાસેના વુડાના મકાનમાં રહેતા મહેશ પન્નાભાઇ મારવાડી દુકાને ચા-ખાંડ લેવા જતા હતા ત્યારે રવિન્દ્રસિંગ રમેશસિંગ રાઠોડની દુકાને સુનીલ અમરાભાઇ રબારી મફતમાં સોનપાપડી માગતા તેણે ના પાડતા ઝડઘો થયો હતો. ટોળાએ પથ્થરમારો કરી મકાનની બારીઓના કાચ તોડી ટેમ્પો સહિત 6 વાહનોની તોડફોડ કરી હતી. હુમલામાં 4 જણને ઇજા થઇ હતી.પોલીસે મહેશ મારવાડીની ફરિયાદ લઇ વુડાના મકાન બ્રહ્માનગરમાં રહેતો બ્રિજેશ ભગવાનદાસ રાઠોડ સહીતનાની ધરપકડ કરી હતી. બીજી બાજુ રવિન્દ્રસિંગ રાઠોડે પણ ફરિયાદ નોંધાવી હતી.

કોંગ્રેસના નવાયાર્ડના ઉપપ્રમુખની ધરપકડ

પરપ્રાંતિયો પર હુમલાથી ઉશ્કેરાઇને વીડિયો મૂક્યો

પરપ્રાંતીયોને 24 કલાકમાં ગુજરાત છોડી દેવાની ધમકી આપનારા અસામાજીક તત્વોમાં હિંમત હોય તો નવાયાર્ડમાં રહેતા યુપી બિહારના 8 હજાર લોકોમાંથી એકને પણ હટાવી જુએ તેવી ધમકી આપતો વિડીયો ફેસબુક પર વાયરલ કરનારા નવાયાર્ડના તોહિદ આલમખાનને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધો હતો. પોલીસ પુછપરછમાં તેણે વિડીયો અપલોડ કરવાની કબુલાત કરી હતી અને પરપ્રાંતીયો પર થઇ રહેલા હુમલાથી તે ઉશ્કેરાઇ જતા તેણે આ વિડીયો અપલોડ કર્યો હોવાનું જણાવ્યું હતું. તોહિદ યુથ કોંગ્રેસનો ઉપ પ્રમુખ છે અને કાપડનો વેપારી છે તથા તેણે બીબીએ સુધી અભ્યાસ કરેલો છે. ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી જયદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે ફેસબુક પર ગર્ભીત ધમકીભર્યો વિડીયો વાયરલ કરનારા તોહીદ આલમખાન શરીફખાન (રહે. અમીનાપાર્ક ગોરવા)ને ઝડપી લેવાયો છે. તેમણે જણાવ્યું હતું કે તોહિદ ગોરવામાં કપડાનો વેપાર ધંધો કરે છે, અને વડોદરા શહેર યુથકોંગ્રેસનો ઉપપ્રમુખ તરીકે કામ કરે છે. તેણે બીબીએનો અભ્યાસ કર્યો છે.

X
Vadodara - ટ્રેન ટિકિટમાં ઉછાળો : પાંચ િદવસમાં 37 હજાર મુસાફરો રવાના 
 કલેક્ટરે કહ્યું , ડરીને ગયો હોય તેવો એક પણ પરપ્રાંતિય ન મળ્યો
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી