તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Vadodara 2 લાભાર્થીને આયુષ્માન યોજના હેઠળ વડોદરામાં ફ્રી સારવાર મળી

2 લાભાર્થીને આયુષ્માન યોજના હેઠળ વડોદરામાં ફ્રી સારવાર મળી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આયુષ્માન ભારત યોજનાનો લાભ લાભાર્થીઓને મળી રહે તે માટે આરોગ્ય તંત્રે કમર કસી છે. જેમાં લાભાર્થીઓને શોધીને તેમને હોસ્પિટલમાં આયુષ્માન યોજના અંગે માહિતગાર કરી લાભ આપવામાં આવી રહ્યો છે. ત્યારે વડોદરામાં આયુષ્માન ભારત યોજનાનુ શ્રી ગણેશ થયું હતુ. જેમાં નર્મદા અને મહિસાગર જીલ્લાના બે દર્દીઓને શહેરની ધીરજ અને પારૂલ હોસ્પટલમાં આયુષ્માન ભારત યોજના હેઠળ વિનામૂલ્યે સારવાર આપવામાં આવી હતી.

મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. ઉદય તિલાવતે જણાવ્યું હતું કે, ભારતના 23 રાજ્યમાં આયોજન શરૂ કરવામાં આવી છે. જેમાં વડોદરાની કુલ 19 હોસ્પિટલમાં યોજનાનો લાભ મેળવી શકાશે. મહિસાગર જીલ્લામાં રહેતા રમણભાઇ પગી લીવરની ગંભીર બિમારીથી પીડાતા હતા. તેમની સારવાર વાઘોડીયા સ્થિત ધીરજ હોસ્પિટલમાં ચાલી રહીં છે. જ્યારે નર્મદા જીલ્લાના દેડીયાપાડા ખાતે રહેતા રાજેશભાઇ તડવી પણ આજ હોસ્પિટલમાં આર્થોપેડીકની સારવાર કરાવી રહ્યાં હતા. જોકે ઉપરોક્ત બન્ને દર્દીઓના નામ એમટીએસ સોફટવેરમાં હોવાથી તેઓ આયુષ્માન યોજનાના લાભાર્થી છે, પરંતુ તેઓને આ અંગેની જાણ ન હોવાથી તંત્ર દ્વારા તેમને માહિતગાર કરી યોજના હેઠળ હોસ્પિટલમાં વિનામૂલ્યે સારવારનો લાભ અપાવ્યો હતો. આયુષ્માન યોજનામાં શહેરની સરકારી અને ખાનગી મળી કુલ 19 હોસ્પિટલનો અત્યાર સુધી સમાવેશ થયો છે. જેમા સયાજી, ગોત્રી, જમનાબાઇ, ધીરજ અને પારૂલ હોસ્પિટલમાં યોજનાનો લાભ લઇ શકાશે, જ્યારે શહેરની અન્ય 14 હોસ્પિટલો હાલ અન્ડર પ્રોસેસ હોવાથી ટુંક સમયમાં તે પણ કાર્યરત થશે.

કોઇ પણ મર્યાદા વિના પરિવારના તમામ સભ્યોને યોજના હેઠળ લાભ મળી શકશે
આ યોજના હેઠલ નોંધાયેલા ગુજરાતના 44.85 લાખ પરિવારોને સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં રૂ. 5 લાખ સુધીની સારવારનો લાભ મળી શકશે. કુંટુબની વ્યાખ્યામાં કોઇ પણ મર્યાદા વગર તમામ સભ્યોને લાભ આપવાની તેમા વ્યવસ્થા કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...