સ્ટેટ બોર્ડની સ્કૂલમાં 4.50 લાખ વિદ્યાર્થીઓ અભ્યાસ કરશે

એજયુકેશન

DivyaBhaskar News Network | Updated - Sep 12, 2018, 04:06 AM
Vadodara - સ્ટેટ બોર્ડની સ્કૂલમાં 4.50 લાખ વિદ્યાર્થીઓ અભ્યાસ કરશે
હાલમાં ગુજરાત સ્ટેટ બોર્ડની માન્યતાવાળી 350 સ્કૂલ્સ છે તેમાં વધુ 150નો ઉમેરો થશે. તેવી જ રીતે, િવદ્યાર્થીઓની સંખ્યા પણ 4.50 લાખે પહોચશે. સેન્ટ્રલ બોર્ડની 40 સ્કૂલમાં 40 હજાર વિદ્યાર્થીઓ છે તેમાં બમણો વધારો થશે. આઇટી યુગમાં 2030 સુધીમાં સ્કૂલના ક્લાસરૂમમાં બોર્ડ ચોકનું સ્થાન પ્રોજેકટર-સ્ક્રીન લેશે.

ફાયદો| પેરિફેરી વિસ્તારમાં નવી સ્કૂલો ખોલશે, તેનો ફાયદો નાગરિકોને મળશે. RTE હેઠળ મધ્યમવર્ગીય બાળકોને પણ નામાંકિત સ્કૂલ્સમાં એડમિશન મળશે.

પેરાફેરી િવસ્તારમાં નવી સ્કૂલ્સ ખૂલશે અને બોર્ડ-ચોકનું સ્થાન પ્રોજેક્ટર સ્ક્રીન લેશે

GSEB 500 સ્કૂલ 4,50,00 િવદ્યાર્થીઓ

રિઅલ એસ્ટેટ

8 લાખ નવા અાવાસો બનાવવા પડશે, મકાનો સસ્તા મળશે

18 લાખની વસતીમાં હાલમાં 4.50 લાખ મકાનો છે અને કોમર્શિયલ મિલકતો 1.50લાખથી વધુ છે. આ આંકડા છે છાણીથી માણેજા,વાસણા જકાતનાકાથી બાપોદ સુધીના. શહેરમાં ગગનચુંબી આવાસો બની રહ્યા છે તો પ્રધાનમંત્રી આવાસ યોજનાના પણ 30 હજારથી વધુ આવાસો ફાળવી દેવાયા છે.પાલિકા મિલકત વેરાની અાવકમાં વધારો થશે.

ફાયદો| એફોર્ડેબલ હાઉસિંગ સ્કીમના કારણે નાગરિકોને સસ્તા ભાવે મકાનો મળશે. ખાનગી-સરકારની સ્કીમ સાથે સ્પર્ધા હોવાથી ફાયદો થશે.

અેફોર્ડેબલ મકાનોની સાથે ગગનચુંબી

ટાવરોની સંખ્યા વધશે, વેરાની અાવક વધશે.

કુલ િમલકત 16.5 લાખ, આવસો 12.5 લાખ

હેલ્થ

225 હેક્ટરમાં કલાલી ચાપડ

રોડ પર મેડિકલ હેલ્થ નોડ બનશે

ત્રણ સરકારી હોસ્પિટલ અને 100 ખાનગી હોસ્પિટલવાળા શહેરમાં હેલ્થ સેક્ટર ખૂબ જ મહત્ત્વનંુ પાસું છે. પાલિકાએ પણ પાયાની સુવિધા માટે 34 હેલ્થ સેન્ટર ખોલ્યા છે.વડોદરા નજીકના 20 કિલોમીટરમાં મેડિકલ કોલેજોના કારણે 20 થી 100 બેડની હોસ્પિટલ પણ ખૂલી છે. 2030 સુધીમાં કલાલી ચાપડ રોડ પર 225 હેક્ટરમાં મેડિકલ હેલ્થ નોડ બનશે.

ફાયદો| કેન્સર, હાર્ટ, ટયુમર માટે સુપર સ્પેશિયાલિટી હોસ્પિ.શહેર અને હેલ્થ નોડ વિસ્તારમાં વિસ્તરશે અને તેના કારણે મધ્ય ગુજરાતને ફાયદો મળશે.

સુપર સ્પેશિયાલિટી સવલતો ધરાવતી હોસ્પિટલોના કારણે દર્દીઓને ફાયદો થશે.

80 હેલ્થ સેન્ટર અને 250 હોસ્પિટલ

ટ્રાફિક

નવા ત્રણ ફ્લાય અોવર શહેરના ટ્રાફિક જામનું ભારણ ઘટશે

16 ટ્રાફિક સર્કલ એવાં છે જ્યાં રોજનાં સરેરાશ 48 હજાર થી લઇને 5.23 લાખ વાહનો પસાર થાય છે. પિક અવર્સમાં 16 ટ્રાફિક સર્કલમાં તો દોઢ કિ.મી. સુધી વાહનોની લાંબી કતારો પડતી હોય છે. 2030 સુધીમાં રાજ્યનો સાૈથી લાંબો ફ્લાયઅોવર તૈયાર થઈ જશે જેથી 1 લાખથી લઇને 12 લાખ વાહનો આવાં સર્કલ પર અોછાં કરવા નવા ફલાય ઓવર બનશે.

ફાયદો| ટ્રાિફક જામની સમસ્યાના ઉકેલ રૂપે પબ્લિક ટ્રાન્સપોર્ટનો વ્યાપ વધારવામાં આવશે અને વિસ્તાર મુજબ ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ વિકસાવવાશે.

સાૈથી લાંબો ફ્લાયઅોવર તૈયાર થઈ જશે,

વિસ્તાર મુજબ પબ્લિક ટ્રાન્સપોર્ટ સિસ્ટમ હશે

રોજ 1 થી 12 લાખ વાહનો સર્કલ પરથી પસાર થશે

Vadodara - સ્ટેટ બોર્ડની સ્કૂલમાં 4.50 લાખ વિદ્યાર્થીઓ અભ્યાસ કરશે
Vadodara - સ્ટેટ બોર્ડની સ્કૂલમાં 4.50 લાખ વિદ્યાર્થીઓ અભ્યાસ કરશે
Vadodara - સ્ટેટ બોર્ડની સ્કૂલમાં 4.50 લાખ વિદ્યાર્થીઓ અભ્યાસ કરશે
X
Vadodara - સ્ટેટ બોર્ડની સ્કૂલમાં 4.50 લાખ વિદ્યાર્થીઓ અભ્યાસ કરશે
Vadodara - સ્ટેટ બોર્ડની સ્કૂલમાં 4.50 લાખ વિદ્યાર્થીઓ અભ્યાસ કરશે
Vadodara - સ્ટેટ બોર્ડની સ્કૂલમાં 4.50 લાખ વિદ્યાર્થીઓ અભ્યાસ કરશે
Vadodara - સ્ટેટ બોર્ડની સ્કૂલમાં 4.50 લાખ વિદ્યાર્થીઓ અભ્યાસ કરશે
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App