નવરાત્રીથી સર્વેશ્વર મહાદેવને સુવર્ણકવચની કામગીરી કરાશે

Vadodara - નવરાત્રીથી સર્વેશ્વર મહાદેવને સુવર્ણકવચની કામગીરી કરાશે

DivyaBhaskar News Network

Sep 12, 2018, 04:06 AM IST
12 ફેબ્રુઆરી,2002માં લોકાર્પણ કરાયેલા સર્વેશ્વર મહાદેવની 111 ફુટની પ્રતિમાને અને શિવ પરિવારને સુવર્ણજડિત કરવાના સંકલ્પને 2019 સુધીમાં સાકાર કરવાની વિચારણા અંગે સખત પરિશ્રમ બાદ આ સંકલ્પ વાસ્તવિકતાનું સ્વરૂપ ધારણ કરવા જઈ રહ્યો છે. પહેલા નોરતેથી સુરસાગરના મધ્યમાં આવેલ સર્વેશ્વર મહાદેવની 111 ફુટ ઊંચી મૂર્તિ અને શિવપરિવારના તમામ સદસ્યોની મૂર્તિને સુવર્ણજડિત કરવાની કામગીરી શરુ કરવામાં આવશે.

સુરસાગરના નવીનીકરણ કરવાની કામગીરી પાલિકા દ્વારા હાથમાં લેવામાં આવી છે. 2019ના અંત સુધીમાં સુરસાગરને નવુ સ્વરૂપ આપવાનું કાર્ય પણ પાલિકા દ્વારા કરવામાં આવી રહ્યું છે પરંતુ તેના મધ્યમાં આવેલ 111 ફુટ ઊંચી સર્વેશ્વર મહાદેવની પ્રતિમાને અને સલાટવાડા આરાધના ટોકિઝની સામે વિશાળ પોઠિયા પર બિરાજમાન પંચધાતુના શિવ પરિવારને સુર્વણજડિત કરવાના સંકલ્પ સાથે દાતાઓ સમક્ષ ટહેલ નાંખવા માટે માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલ એસએમઇ ફોરમના પ્રમુખ નિલેશ શુક્લ,યુનિવર્સિટી સિન્ડિકેટ સભ્ય મયંક પટેલ, શ્રેયસ શાહ સાથે દેશ વિદેશના પ્રવાસ બાદ આગામી 10 ઓક્ટોબરથી બંને જગ્યાએ પ્રતિમાઓને સુવર્ણજડિત કરવાની કામગીરી એકસાથે શરુ કરાશે.

X
Vadodara - નવરાત્રીથી સર્વેશ્વર મહાદેવને સુવર્ણકવચની કામગીરી કરાશે
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી