429 વાહન ચેકિંગ અને સાત કારની બ્લેક ફિલ્મ દૂર કરાઇ

429 વાહન ચેકિંગ અને સાત કારની બ્લેક ફિલ્મ દૂર કરાઇ

DivyaBhaskar News Network

Aug 13, 2018, 04:06 AM IST
વડોદરા. પોલીસ કમિશનરના આદેશથી શનિવારના રોજ રાત્રે 8.30 થી 12.30 કલાક દરમિયાન વડોદરા શહેર ટ્રાફિક શાખા તેમજ સ્થાનિક પોલીસ સ્ટેશનના 5-એસીપી,18-PSI તથા 179 પોલીસ અધિકારી-કર્મચારીઓએ શહેરના પાણીગેટ દરવાજા, ફતેપુરા ચાર રસ્તા, કાલાઘોડા સર્કલ, દુમાડ ચેક પોસ્ટ, ગોત્રી ચેકપોસ્ટ, વીર ભગતસિંહ ચોક, સુશેન સર્કલ જેવા અનેક વિસ્તારોમાં વાહન ચેકિંગ દરમિયાન ડ્રાઇવ કરી 429 વાહન ચેકિંગ, 7 બ્લેક ફિલ્મ દૂર કરી અને રૂા.36100 દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. તદ્ઉપરાંત રવિવારે એનસી કેસો 232, ટોઇંગ 4 સહિત કુલ રૂા.27600 દંડની વસૂલાત કરાઇ હતી.

કાલાઘોડા સર્કલ પાસે શનિવારે મોડી રાત્રે ચેકિંગ દરમિયાન 07 જેટલી કારની બ્લેક ફિલ્મ દુર કરાઇ હતી

X
429 વાહન ચેકિંગ અને સાત કારની બ્લેક ફિલ્મ દૂર કરાઇ
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી