તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • વોલ્વોમાં યુવકને બેભાન કરી 1 લાખની મતા સેરવી

વોલ્વોમાં યુવકને બેભાન કરી 1 લાખની મતા સેરવી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંબઇના વિરાર ખાતે રહેતો યુવાન સુરતથી વડોદરા આવવા માટે એસ.ટીની વોલ્વો બસમાં બેઠા બાદ બાજુની સીટ પર બેઠેલાે મુસાફર બિસ્કિટ ખવડાવી યુવાનના દાગીના અને મોબાઇલ મળીને 1 લાખની મતા સેરવી ફરાર થઇ ગયો હતો. સુરતથી બેભાન થઇ ગયેલો યુવાન 24 કલાકે વડોદરા પહોંચ્યો હતો.

વિરારમાં રહેતા અને ખાનગી કંપનીમાં મેનેજર તરીકે નોકરી કરતા હરીશ અર્જુનસિંહ સોનાર ગત 5 મેના રોજ કંપનીના કામ માટે સુરત આવ્યા હતા.કંપનીનું કામ પતાવી તેની પત્ની વડોદરા પિયરમાં આવી હોવાથી પત્નીને લેવા માટે સુરત બસ સ્ટેશને આવ્યો હતો. ટિકિટ લેવા લાઇનમાં ઉભો હતો ત્યારે બે શખ્સોએ તેમની પણ ટિકિટ લેવાનું કહેતાં હરીશે એક શખ્સની વડોદરાની ટિકિટ લીધી હતી. વોલ્વો બસમાં બંને આજુબાજુમાં જ બેઠા હતા. થોડી વાતચીત થયા બાદ આ શખ્સે હરીશને બિસ્કિટ આપ્યું હતું અને પોતે પણ બિસ્કિટ ખાધું હતું. બિસ્કિટ ખાધા બાદ આઇપોડમાં મૂવી જોતાં જોતાં હરીશ બેભાન થઇ ગયો હતો. બીજા દિવસે રાત્રે 8 વાગે તેને થોડું ભાન આવતાં તે કોઇક રસ્તા પર હોવાનું તેને જાણવા મળ્યું હતું. આ સ્થળ વડોદરા હોવાનું જાણવા મળતાં તે રિકશા કરીને તરસાલીમાં રહેતા સસરાના ઘેર પહોંચ્યો હતો.તેણે હોસ્પિટલમાં સારવાર લીધા બાદ જાણ થઇ હતી કે બાજુમાં બેઠેલા મુસાફરે તેને બિસ્કિટ ખવડાવી ગળામાંથી સોનાની પેન્ડલવાળી ચેઇન, કાંડામાં પહેરેલ સોનાનું બ્રેસલેટ તથા સોનાની વીંટી અને મોબાઇલ ફોન તથા પાકીટમાં રહેલ 2500 રોકડા મળીને 1,07,500ની મતાની ચોરી કરી હતી.તેણે પાણીગેટ પોલીસમાં ફરિયાદ કરતાં પોલીસે તપાસ આદરી હતી.

અન્ય સમાચારો પણ છે...