રેલવેમાં સપ્ટેમ્બર માસથી મુસાફરોનો ફ્રી વીમો બંધ કરાશે

ટ્રાન્સપોર્ટ રિપોર્ટર. વડોદરા રેલવે દ્વારા ડિજિટલાઇઝેશનને પ્રોત્સાહન આપવા માટે મુસાફરો માટે ફ્રી વીમા...

DivyaBhaskar News Network | Updated - Aug 13, 2018, 04:06 AM
રેલવેમાં સપ્ટેમ્બર માસથી મુસાફરોનો ફ્રી વીમો બંધ કરાશે
ટ્રાન્સપોર્ટ રિપોર્ટર. વડોદરા

રેલવે દ્વારા ડિજિટલાઇઝેશનને પ્રોત્સાહન આપવા માટે મુસાફરો માટે ફ્રી વીમા આપવાની શરૂઆત કરાઈ હતી. હવે આ સુવિધા આગામી એક સપ્ટેમ્બરથી બંધ થશે. રેલવે સૂત્રો મુજબ આઇઆરસીટીસી હવે ટિકિટ બુકિંગ વખતે બે વિકલ્પ પૂછશે.

જે પૈકી એક સિલેક્ટ કરવાનો રહેશે. અને જે વિકલ્પ વીમો લેવો છે કે નથી લેવો તેવા હશે.જોકે આઇઆરસીટીસી દ્વારા મુસાફરોએ વીમા માટે કેટલા રૂપિયા ચૂકવવા પડશે ω તે અંગે કોઇ જાહેરત હજુ કરી નથી. રેલવેમાં મુસાફરી કરતા નાગરિકોને ટ્રેન અકસ્માત સમયે વીમાનું સુરક્ષા કવચ મળી રહે તે માટે આઇઆરસીટીસી દ્વારા ફ્રી વીમો શરૂ કર્યો હતો. ડિસેમ્બર 2017માં શરૂ થયેલ આ સુવિધા હવે ચાર્જેબલ થશે. ફ્રી સેવા માટે આઇઆરસીટીસીનો આશય ડિજિટલાઇઝેશનને પ્રોત્સાહન આપવાનો હતો.

X
રેલવેમાં સપ્ટેમ્બર માસથી મુસાફરોનો ફ્રી વીમો બંધ કરાશે
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App